Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કોમામાં સરી પડેલી દિકરીની સારવાર માટે વડાપ્રધાનની મદદની આશ

VADODARA : વડોદરામાં 7 માર્ચે બાઇક અને મોપેડ વચ્ચેના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ખાનગી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કામ કરતી યુવતિને બાઇક ચાલક જોરદાર ટક્કર મારે છે. અને ફંગોળી દે છે. આ ઘટનામાં યુવતિના માથાના ભાગે અતિગંભીર ઇજાઓ પહોંચે છે....
vadodara   કોમામાં સરી પડેલી દિકરીની સારવાર માટે વડાપ્રધાનની મદદની આશ

VADODARA : વડોદરામાં 7 માર્ચે બાઇક અને મોપેડ વચ્ચેના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ખાનગી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કામ કરતી યુવતિને બાઇક ચાલક જોરદાર ટક્કર મારે છે. અને ફંગોળી દે છે. આ ઘટનામાં યુવતિના માથાના ભાગે અતિગંભીર ઇજાઓ પહોંચે છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતિ અકસ્માત બાદથી કોમામાં છે. યુવતિને પ્રથમ ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પરિવાર મધ્યમ વર્ગિય હોવાથી હવે સારવારનો વધુ ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો છે. ત્યારે યુવતિની માતાએ વડાપ્રધાન મોદીને ચીઠ્ઠી લખીને દિકરીની સારવાર માટે તેમની મદદ માંગી છે.

Advertisement

બાઇક ચાલકે ટી શેપ આકારે વાહન અકસ્માત સર્જ્યો

કોમામાં સરી પડેલી નેન્સી બાવિસીની માતા રક્ષા બાવિસી જણાવે છે કે, હું ખાનગી સ્કુલમાં શિક્ષક છું. 7 માર્ચે સાંજે મારી 22 વર્ષિય નેન્સી બાવિસી દિકરીનો અકસ્માત થયો હતો. દિકરી એમ. એસ. યુનિ.ની લો કોલેજના ફાયનલ યરમાં હતી. તેના સાથી મિત્રો હાલ ફાયનલ પરીક્ષા આપી રહ્યા છે. અને મારી દિકરી કોમામાં છે. તે દિવસે તે ગેટમાંથી બહાર જ નિકળી હતી, અને બાઇક ચાલકે ટી શેપ આકારે તેની સાથે વાહન અકસ્માત સર્જ્યો હતો. જેમાં મારી દિકરીને માથા સહિત અનેક ભાગે ઇજાઓ પહોંચી છે.

બાઇક ચાલકનું શું થયું તેનું કંઇ નથી ખબર

તેઓ જણાવે છે કે, અકસ્માત બાદથી તે કોમામાં છે. પહેલા અમે ગોત્રી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાંથી હાલમાં અમે ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રહ્યા છીએ. તબિબો મદદ કરી રહ્યા છે, દિકરીના મિત્રો, સમાજના અગ્રણીઓ, શહેરવાસીઓ, અમારા સોસાયટીના લોકો અમને ખુબ મદદ કરી રહ્યા છે. અમારી માટે પ્રાર્થના કરી રહ્યા છે. બાઇક ચાલકનું શું થયું તેનું કંઇ નથી ખબર.

Advertisement

તેમને મારી દિકરી પણ વ્હાલી જ હશે

વધુમાં તેઓ જણાવે છે કે, અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમે મધ્યમવર્ગીય પરિવાર છે. અમારી પરિસ્થીતી રહી નથી, કે આગળનો ખર્ચ ઉઠાવી શકીએ. મોદીજીને વડોદરા વ્હાલુ છે. અને મને આશા છે કે, તેમને મારી દિકરી પણ વ્હાલી જ હશે. અને મોદીજી અમને મદદ કરશે. એટલે મેં તેમને ગઇ કાલે પત્ર લખ્યો છે. મારી દિકરીને તે સારામાં સારી મદદ કરે તેવી વિનંતી કરું છું. અને તમારા બધાયના આશિર્વાદ ઇચ્છું છું.

કાયદાનું રક્ષણ કરવાવાળી દિકરી બનશે

આખરમાં તેઓ જણાવે છે કે, મોદી સાહેબ પાસેથી મદદ મળે તો, મારી દિકરી જલ્દી હસ્તી રમતી પાછી આવશે. અને નવેમ્બરમાં તેની એક્ઝામ છે, કોલેજની ડિન સાથે આ અંગે વાત કરી છે. તે સારી વકીલ બનશે, અને સમાજમાં કાયદાનું રક્ષણ કરવાવાળી દિકરી બનશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : SSG ના સર્જિકલ ICU માં ઓક્સિજનનો પુરવઠો ખોરવાતા જીવ તાળવે ચોંટ્યા

Tags :
Advertisement

.