Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રાજવી પરિવારે મતદાન કર્યું, જાણો રાજમાતાએ શું કહ્યું

VADODARA : વડોદરાના રાજવી ગાયકવાડ (GAEKWAD - ROYAL FAMILY OF VADODARA) પરિવારના સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. રાજવી પરિવારના સભ્યોએ શાળામાં જઇને કતારમાં રહી મતદાન (VOTING) કર્યું છે. આ તકે રાજમાતાએ ખાસ જણાવ્યું કે,"જવાબદારી સાથે મતદાન કરો". વડોદરાના મતદાન...
12:04 PM May 07, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાના રાજવી ગાયકવાડ (GAEKWAD - ROYAL FAMILY OF VADODARA) પરિવારના સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. રાજવી પરિવારના સભ્યોએ શાળામાં જઇને કતારમાં રહી મતદાન (VOTING) કર્યું છે. આ તકે રાજમાતાએ ખાસ જણાવ્યું કે,"જવાબદારી સાથે મતદાન કરો". વડોદરાના મતદાન મથક પર વહેલી સવારથી જ મતદાનને લઇને લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય લોકોની સાથે રાજવી પરિવારે પણ મતદાન કરીને પોતાના ફરજ નિભાવી છે.

મતદારોની લાંબી કતારો જોવા મળી

વડોદરામાં આજે લોકસભા અને વિઘાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. જેને લઇને વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે સામાન્ય જનથી લઇને રાજવી પરિવારના સભ્યો સુધી તમામ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અને અન્યને મતદાન કરવા માટે અપીલ પણ કરી રહ્યા છે.

ચૂંટણી મહત્વની છે

રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ (Rajmata of Baroda - Shubhanginiraje Gaekwad ) જણાવે છે કે, મતદાનની કરવું બધા નાગરિકોની ફરજ છે. અમે પણ અમારી ફરજ અદા કરી છે. આ ચૂંટણી મહત્વની છે, કારણકે આ લોકસભાની ચૂંટણી છે, દિલ્હીમાં શાસન કોનું આવશે તે માટેની ચૂંટણી છે. લોકો જરૂર મતદાન માટે બહાર નિકળે, અને જવાબદારી સાથે મતદાન કરે. બધાને મતદાન કરવા માટે વિનંતી કરું છું. છેલ્લી ઘડીએ મતદાન કરીશું તેવું ન રાખો.

મતદાન જરૂર કરજો

રાજવી પરિવારના સમરજીતસિંહ ગાયકવાડ (Samarjitsinh Gaekwad) જણાવે છે કે, આજે દેશની સૌથી મોટી ચૂંટણી છે. અને બધાએ જ સમય કાઢીને મતદાન કરવું જોઇએ. બધાને વિનંતી કરું છું કે, મતદાન જરૂર કરજો. હિટવેવ દર વર્ષે આવે જ છે, મારા હિસાબે તે કોઇ વિષય નથી. મતદાન કરવું બધાયનો હક છે. પાંચ વર્ષમાં એક દિવસ મળે છે.

આ પણ વાંચો -- VADODARA : “હનુમાનજી” બનીને આવેલા મતદાર બન્યા આકર્ષણનું કેન્દ્ર

Tags :
2024ElectionfamilygaekwadLokSabhamembersRoyalVadodaraVoting
Next Article