Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દુરથી ભીષણ દેખાતી આગ ગણતરીના સમયમાં થાળે પડી

VADODARA : વડોદરા (VADODARA) ના આરાધના ટોકીઝની ગલીમાં કચરામાં લાગેલી આગે (FIRE) ભીષણ સ્વરૂપ ધારણ કર્યાની ઘટના સામે આવી છે. કચરામાં લાગેલી આગ સ્ક્રેપના સામાન સુધી પહોંચતા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાને લઇને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા...
vadodara   દુરથી ભીષણ દેખાતી આગ ગણતરીના સમયમાં થાળે પડી

VADODARA : વડોદરા (VADODARA) ના આરાધના ટોકીઝની ગલીમાં કચરામાં લાગેલી આગે (FIRE) ભીષણ સ્વરૂપ ધારણ કર્યાની ઘટના સામે આવી છે. કચરામાં લાગેલી આગ સ્ક્રેપના સામાન સુધી પહોંચતા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાને લઇને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. અને સ્થિતી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એક તબક્કે આગ એટલી વિકરાળ થઇ ગઇ હતી કે, ધૂમાડાના ગોટેગોટા દુર સુધી દેખાયા હતા. જેથી મોટી ઘટના બની હોવાનં અંદાજ લોકો લગાડી રહ્યા હતા.

Advertisement

મેદાનમાં ડમ્પરો અને જેસીબી મશીન હતા

વડોદરમાં આજે આરાધના ટોકીઝની ગલીમાં કચરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કચરામાં લાગેલી આગ નજીકમાં રાખવામાં આવેલા સ્ક્રેપના સામાન સુધી પહોંચી છે. સ્ક્રેપમાં ટાયરો સહિતનો સામાન હોવાથી આગે એક તબક્કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેને લઇને સ્થાનિકોમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના સમયે સ્ક્રેપના સામાનની આગળવા ભાગે આવેલા મેદાનમાં ડમ્પરો અને જેસીબી મશીન રાખવામાં આવ્યા હતા. જેને સમયસુચકતાથી ખસેડી લેવામાં આવ્યા છે. સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહીમાં લાગી લઇ છે.

પ્રાથમિક અંદાજ મુજબ આગ કચરામાં લાગી

સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, કુમાર શો રૂમની સામેના ભાગમાં ઓચિંતી આગ લાગી છે. આ અંગેના પ્રાથમિક અંદાજ પ્રમાણે, આગ સ્ક્રેપ પાછળના કચરામાં લાગી છે. અને જે ફેલાઇને સ્ક્રેપના સામાન સુધી પહોંચી છે. આગ વિકરાળ બને તે પહેલા જ વાહનોને ત્યાંથી દુર ખસેડી દેવામાં આવ્યા હતા. જેથી મોટી દુર્ઘટના અને નુકશાનની શક્યતાઓ નિવારી શકાઇ છે. ઘટના સ્થળે ફાયરના જવાનોએ આવી તાત્કાલિક કામગીરી શરૂ કરતા ગણતરીના મીનીટોમાં જ સ્થિતી શાંત થઇ છે.

Advertisement

સ્થળ પર સ્થિતી સામાન્ય બની

આ ઘટનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધૂમાડાના ગોટે ગોટા દુરથી જોવા મળ્યા હતા. જેને લઇને દુરથી મોટી દુર્ધટના બની હોવાની આશંકા સેવાઇ રહી હતી. જો કે, ફાયરના જવાનોએ ગણતરીની મીનીટોમાં જ આગ પર કાબુ કરી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને સ્થળ પર સ્થિતી સામાન્ય બની હતી.

આ પણ વાંચો --  VADODARA : શહેરમાં પાણીનો કકળાટ નવા સરનામે પહોંચ્યો

Advertisement

Tags :
Advertisement

.