VADODARA : MSU ના VC સામે પોલીસ ફરિયાદ કરવા ચાન્સેલરને પત્ર
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડો.વિજયકુમાર શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારથી યુનિવર્સીટીમાં નિયમીત વિવાદના વંટોળ ઉભા થયા છે. તાજેતરમાં યુનિવર્સિટીના પ્રોફેસર જ વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂકને ગેર વ્યાજબી ઠેરવી હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે. જે બાદ હવે તેમણએ યુનિવર્સિટીના ચાન્સેલર અને રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડને વીસી દ્વારા છેતરપિંડી કરવાના ઉદેશ્ય સાથે તેમના અનુભવો ખોટી રીતે દર્શાવી ગુનો કર્યો હોવાનો આરોપ મૂકી પત્ર લખી તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પત્ર લખીને જૂઆત કરી છે.
રિસર્ચ તરીકે રજૂ કર્યા
MSU ના પ્રોફેસર સતીષ પાઠકે રાજમાતા અને યુનિવર્સીટીના ચાન્સેલર શુભાંગીનીદેવી રાજે ગાયકવાડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે તેમના CV માં જુલાઇ-2017 થી મે-2018 દરમિયાન સંશોધન નિયામક, કે.યુ. ગાંધીનગરમાં પોતાને પ્રોફેસર અને એસોસિયેટ ડિરેક્ટર ઓફ રિસર્ચ તરીકે રજૂ કર્યા છે. પરંતુ, વર્ષ 2017-18 માટે કે.યુ.,ગાંધીનગરના ચોથા વાર્ષિક અહેવાલમાં ઉલ્લેખ છે, કે 'એસોસિએટ'ની આવી પોસ્ટ સંશોધન નિયામકનું પદ પ્રો.શ્રીવાસ્તવ દ્વારા નહીં પણ ડો.આર.જી.શાહ પાસે છે.
સીવી આધારભૂત જણાતું નથી
વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે જૂન-2007 થી ફેબ્રુઆરી-2015 દરમિયાન પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી - ગાંધીનગરમાં પોતાને 'ડીન-SA, R&D અને વિભાગના વડા -સાયન્સ તરીકે CVમાં રજૂ કર્યા હતા. પરંતુ, વાર્ષિક અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત, વર્ષ 2012-13 માટે તેઓ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ સાથે એસોસિયેટ પ્રોફેસર હતા. તેમના દ્વારા સબમિટ કરવામાં આવેલ સીવી આધારભૂત જણાતું નથી.
અનેક વાતે બનાવટ કર્યો
દસ્તાવેજી પુરાવા દ્વારા નોંધવું યોગ્ય છે કે વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે તેમના CV જર્નલ્સમાં પ્રકાશિત થયેલા સંશોધન પત્રોની સૂચિનો ઉલ્લેખ કર્યો છે. તે વિગતો મુજબ, મોટાભાગના સંશોધન પત્રોમાં પ્રથમ/મુખ્ય લેખક તરીકે પ્રો.શ્રીવાસ્તવના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે સાચો નથી. જોડાયેલ બાર પ્રકાશિત સંશોધન પત્રોના સંબંધિત ભાગ પરથી જોઈ શકાય છે કે, મુખ્ય લેખક તરીકે પ્રો. શ્રીવાસ્તવના નામનો બિલકુલ ઉલ્લેખ નથી. તે સાબિત કરે છે કે આવા સંશોધન પત્રોમાં તેમનું નામ પ્રથમ/મુખ્ય લેખક તરીકે ન હોવા છતાં, તેમણે તેમના સીવીમાં પોતાને પ્રથમ/મુખ્ય લેખક તરીકે દર્શાવ્યા હતા. આ સિવાય પણ વીસી દ્વારા અનેક વાતે બનાવટ કર્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આગળ શું થાય તે જોવું રહ્યું
જેથી પત્રમાં આખરમાં જણાવ્યા અનુસાર, વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ સામે આઈપીસીની કલમ 420, 467, 468 અને 471 હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી શકાય છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : સાવલીમાં પેલેસ્ટાઇનનો ઝંડો દેખાતા ઉત્તેજના વ્યાપી