Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બેકાર યુવક જોડે સગાઇ તોડી નાંખતા શરૂ થયા ધતિંગ

VADODARA : વડોદરા (VADODARA) મકરપુરા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં કામ કરતી યુવતિના સમાજના યુવક સાથે ત્રણ વર્ષ પહેલા સગાઇ થઇ હતી. જે બાદ વિતેલા એક વર્ષથી યુવક કંઇ કમાતો નથી. અને યુવતિને પણ નોકરી છોડીને ગામડે વસવાટ કરવા માટે...
05:05 PM Apr 14, 2024 IST | PARTH PANDYA
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) મકરપુરા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં કામ કરતી યુવતિના સમાજના યુવક સાથે ત્રણ વર્ષ પહેલા સગાઇ થઇ હતી. જે બાદ વિતેલા એક વર્ષથી યુવક કંઇ કમાતો નથી. અને યુવતિને પણ નોકરી છોડીને ગામડે વસવાટ કરવા માટે દબાણ કરતો હતો. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે યુવકે યુવતિના ઘરે પહોંચીને બબાલ કરી હતી. આખરે યુવતિએ અભયમ (ABHAYAM) 181 મહિલા હેલ્પ લાઇન (FEMALE HELPLINE) પર ફોન કરીને મદદ માંગી હતી. અભયમની ટીમે અસરકારક કાઉન્સિલીંગ કરવાની સાથે યુવકના પરિજનોને પણ જાણ કરી હતી. આખરમાં યુવકે લેખિતમાં આવું ફરી નહિ કરવાની બાંહેધારી આપતા મામલાનો સુખદ અંત આવ્યો હતો.

યુવક છેલ્લા એક વર્ષથી કંઇ કમાતો નથી

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતિ પરિસ્થિતીથી ત્રસ્ત થઇ જતા તેણે મહિલા હેલ્પ લાઇન અભયમ 181 પર ફોન કરીને મદદ માંગી હતી. જેથી અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને સ્થિતી જાણવાનું શરૂ કર્યું હતું. યુવતિએ કહ્યું કે, ત્રણ વર્ષ પહેલા તેની સગાઇ સમાજના યુવક સાથે ડભોઇમાં થઇ હતી. યુવતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જે અંગે યુવકના ઘરે પણ બધાને જાણ છે. યુવક છેલ્લા એક વર્ષથી કંઇ કમાતો નથી. અને તેને નોકરી છોડી દેવા માટે જણાવે છે. સાથે જ દબાણ કરે છે કે, ગામડે રહેવાનું છે તો, પિયરમાં રહીનો નોકરી ના કરતી. સાસરીમાં આવવું પડશે.

મારે સંબંધ રાખવો નથી

વધુમાં પીડિતા યુવતિ જણાવે છે કે, યુવક છેલ્લા એક વર્ષથી નોકરી નથી કરતો. અને વ્યસનની લતે ચઢ્યો છે. તેને સમજાવવા છતાં તે સુધરવાનું નામ નથી લેતો. આ કારણોસર તેની જોડે સગાઇ તોડી નાંખવામાં આવી છે. એક મહિના પહેલા જ તેને કહ્યું હતું કે, મારે સંબંધ રાખવો નથી. પણ યુવક આજે ઘરે આવ્યો હતો. અને બોલાચાલી તથા માર પીટ કરી રહ્યો છે. યુવતિની બહેને બાઇકની ચાવી લઇ લેતા બંને વચ્ચે ઝગડો થયો હતો.

પિતાને જાણ કરી

અભયમની ટીમે યુવકને સમજાવ્યો કે. તારો વ્યવહાર સારો ન હોવાથી અને કોઇ કામ ધંધો ન કરતો હોવાથી સગાઇ તોડી નાંખવામાં આવી છે. યુવતિ તારી સાથે કોઇ સંબંધ રાખવા માંગતી નથી. હેરાન કરશે તો કાયદાકીય પગલાં લેવાઇ શકે છે. આ સાથે જ ટીમે યુવકના ઘરે ફોન કરીને હેરાનગતિ અંગે તેના પિતાને જાણ કરી હતી. આખરે યુવકે આવું ફરી નહિ કરવા અંગે લેખીતમાં બાંહેધારી આપતા મામલાનો સુખદ અંત આવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલના કેન્ટીન સુધી જતા લોકોમાં કચવાટ

Tags :
181AbhayamboycreatedfemaleFROMGOThelpruckusteamVadodara
Next Article