Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પિતાનો ઠપકો લાગી આવતા પુત્રએ અંતિમ પગલું ભરી લીધું

VADODARA : વડોદરા પાસે શિનોર પોલીસ મથકની હદમાં ચોંકાવનાગી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પુત્રને કામ-ધંધો કરવા અંગે ઠપકો આપ્યો હતો. જે બાદમાં પુત્રએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના સામે આવવા પામી હતી. આ ઘટનાને પગલે પરિવાર...
04:15 PM May 20, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા પાસે શિનોર પોલીસ મથકની હદમાં ચોંકાવનાગી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પુત્રને કામ-ધંધો કરવા અંગે ઠપકો આપ્યો હતો. જે બાદમાં પુત્રએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના સામે આવવા પામી હતી. આ ઘટનાને પગલે પરિવાર શોકમય બન્યો હતો. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઇને શિનોર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સવારે ઠપકો આપ્યો

વડોદરા પાસે સાધલી, નવીનગરીમાં કાંતિભાઇ વસાવા તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમને પુત્ર વિષ્ણુભાઇ કાંતિભાઇ વસાવા (ઉં. 34) કોઇ કામ-ધંધો કરતો ન્હતો. એટલું જ નહિ આમ-તેમ ફરીને પોતાનો મોટાભાગનો સમય વ્યતીત કરતો હતો. જેને લઇને પિતા કાંતિભાઇએ પુત્રને 17 મે ના રોજ સવારે આઠ વાગ્યાના આરસામાં આ બાબતે ઠપકો આપ્યો હતો.

માઠા સમાચાર આવ્યા

ઠપકો આપ્યા બાદ પુત્ર વિષ્ણુભાઇને લાગી આવતા તે ઘરેથી નિકળી ગયો હતો. ઘરેથી નિકળી ગયેલા પુત્રની શોધખોળ કરતા પરિવાર માટે ગતસાંજે માઠા સમાચાર આવ્યા હતા. ગતસાંજે સાધલી ગામમાં હાઇના વગામાં આવેલા ખેતરના પૂર્વ તરફના શેઢાના ભાગે કુવા પાસે લીમડાના ઝાડની ડાળી પરથી તેનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થઇ હતી. વિષ્ણુભાઇએ સાડી વચે ગળે ફાંસો ખાઇને મોત વ્હાલુ કર્યાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પરિવાર શોકાતુર બન્યો હતો. કામ ધંધો કરવા બાબતે કહેવાનું આ અંજામ આવશે તેવું કોઇએ વિચાર્યુ પણ ન્હતું.

અકસ્માતે નોંધ કરાવી

આખરે ઉપરોક્ત મામલે મૃતકના ભાઇ રધુભાઇ કાંતિભાઇ વસાવાએ શિનોર પોલીસ મથકમાં આ અંગે અકસ્માતે નોંધ કરાવી છે. જે બાદ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શિનોર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વર્ધાજી બળવંતજી આ મામલાની તપાસ હાથ ધરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : પગપાળા યાત્રીઓને વિસામો લેતા થયું નુકશાન

Tags :
afteraskdoendfatherLifesomesonthistoVadodaraWork
Next Article