Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NASA: શું ચંદ્ર પર એલિયન્સ રહે છે? નાસાએ શેર કરેલ તસવીર UFO જેવી લાગે છે

UFO: ચંદ્રને અત્યારે ખુબ જ સંશોધન થઈ રહ્યું છે. અત્યારે ચંદ્રને લઈને એક ચોંકાવની તસવીર સામે આવી છે. નોંધનીય છે કે, પુથ્વી પરના દરેક દેશો ચંદ્ર પર ખાસ સંશોધન કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચંદ્ર પર...
nasa  શું ચંદ્ર પર એલિયન્સ રહે છે  નાસાએ શેર કરેલ તસવીર ufo જેવી લાગે છે

UFO: ચંદ્રને અત્યારે ખુબ જ સંશોધન થઈ રહ્યું છે. અત્યારે ચંદ્રને લઈને એક ચોંકાવની તસવીર સામે આવી છે. નોંધનીય છે કે, પુથ્વી પરના દરેક દેશો ચંદ્ર પર ખાસ સંશોધન કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચંદ્ર પર લગાતાર નજર રાખવા માટે સેટેલાઇટ લોન્ચ કરેલી છે. ઉલ્લેખનીય છે કે, ભારતનું ચંદ્રયાન-3 ગયા વર્ષે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચ્યું હતું. લગભગ પાંચ દાયકા પહેલા નાસાએ તેના અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતાર્યા છે. તાજેતરમાં, નાસા દ્વારા ચંદ્રની એક તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચંદ્રની આસપાસ કોઈ શંકાસ્પદ વસ્તુ ફરે છે. નાસાનો દાવો છે કે આ સિલ્વર રંગની વસ્તુ છેલ્લા 15 વર્ષથી ચંદ્રની આસપાસ ફરે છે.

Advertisement

નાસાએ આ તસવીરની ઓળખ જાહેર કરી

નાસાએ દ્વારા આ વસ્તુની એક તસવીર પણ શેર કરવામાં આવી હતી. NASAના Lunar Reconnaissance Orbiter (LRO) દ્વારા ગયા મહિને લેવામાં આવેલી તસવીરમાં જેવા મળતી વસ્તુની ઓળખ હવે જાહેર કરવામાં આવી છે. LRO 15 વર્ષથી ચંદ્રની પરિક્રમા અને અભ્યાસ કરી રહ્યું છે. કેટલાક લોકો એવું વિચારી શકે છે કે તે અજાણી ઉડતી વસ્તુ (UFO) છે, પરંતુ એવું નથી.

બંને અવકાશયાન સમાંતર ભ્રમણકક્ષામાં મુસાફરી કરે છે

નાસાએ આ બાબતે ખુલાસો કરતા કહ્યું કે, એલઆરઓએ ગયા મહિને કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેનુરી મૂન ઓર્બિટરની ઘણી તસવીરો લીધી હતી. નાસાએ કહ્યું કે, બન્ને અંતરિક્ષ યાન 5 અને 6 માર્ચ 2024 માં એકબીજાની વિપરિત દિશામાં ફરી રહ્યા હતા અને અત્યારે તેઓ એકબીજાને સામે આવ્યા હતા. બંને અવકાશયાન લગભગ સમાંતર ભ્રમણકક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. ડેનુરી એ કોરિયાનું ચંદ્ર પરનું પ્રથમ અવકાશયાન છે અને ડિસેમ્બર 2022થી ચંદ્રની ભ્રમણકક્ષામાં હશે.

Advertisement

નાસાએ આ બાબતે આપ્યો ખુલાસો

વધુમાં વાત કરવામાં આવે તો નાસાએ કહ્યું કે, ‘LRO ના કેમેરાનો એક્સપોઝર સમય ખૂબ જ ઓછો હતો, માત્ર 0.338 મિલિસેકન્ડનો, તેમ છતાં બે અવકાશયાન વચ્ચેના સંબંધિત ઊંચા મુસાફરી વેગને કારણે દાનુરી મુસાફરીની વિરુદ્ધ દિશામાં તેના કદ કરતાં 10 ગણું ખેંચાયેલું દેખાય છે.’

આ પણ વાંચો: Taliban પણ માનવતા દાખવશે, અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની જમીન પરત કરશે

આ પણ વાંચો: Canada માં ગુરૂદ્વારા પ્રમુખની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે Boota Singh Gill ની હત્યાથી ચકચાર

આ પણ વાંચો: PM MODI : અમેરિકામાં પણ અબ કી બાર 400 પાર નો સિંહનાદ

Advertisement
Tags :
Advertisement

.