Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara : વિધવા મહિલા સાથે દુષ્કર્મ મામલે BJP ના પૂર્વ ધારાસભ્યના પૂર્વ PA ની ધરપકડ

વડોદરામાં (Vadodara) વિધવા મહિલા સાથે દુષ્કર્મ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પૂર્વ PA ની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની ફરિયાદ બાદ જવાહરનગર પોલીસે (Jawaharnagar Police) કાર્યવાહી કરીને બાતમીના આધારે આરોપીને રામપુરાના મંદિર પાસેથી ઝડપી પાડ્યો છે. વડોદારના પૂર્વ ધારાસભ્યના પર્વ PA...
09:16 AM May 15, 2024 IST | Vipul Sen

વડોદરામાં (Vadodara) વિધવા મહિલા સાથે દુષ્કર્મ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પૂર્વ PA ની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની ફરિયાદ બાદ જવાહરનગર પોલીસે (Jawaharnagar Police) કાર્યવાહી કરીને બાતમીના આધારે આરોપીને રામપુરાના મંદિર પાસેથી ઝડપી પાડ્યો છે. વડોદારના પૂર્વ ધારાસભ્યના પર્વ PA એ વિધવા મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી મહિલાના ઘરે જઈ દુષ્કર્મ આચર્યું હતું.

પીડિત વિધવા મહિલાના ઘરે જઈ દુષ્કર્મ આચર્યું

વડોદરાના (Vadodara) ભાજપના પૂર્વ ધારાસભ્યના (former BJP MLA) પૂર્વ PA ના કારસ્તાનથી ખળબળાટ મચી જવા પામ્યો છે. માહિતી મુજબ, વડોદરા ભાજપના પૂર્વ ધારાસભ્યના પૂર્વ PA રાજેશ ગોહિલની મુલાકાત પીડિત મહિલા સાથે પૂર્વ MLA ની નિઝામપુરાની (Nizampura) ઓફિસે ખાતે થઈ હતી. રાજેશ ગોહિલે મદદ કરવાના બહાને વિધવા મહિલા સાથે સંપર્ક વધાર્યો હતો. દરમિયાન, નરાધમ રાજેશ ગોહિલે (Rajesh Gohil) પીડિતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી વિધવા મહિલાના ઘરે જઈ દુષ્કર્મ આચર્યું હતું. જો કે, તે સમયે પીડિત મહિલાના જમાઈ અને દીકરી ઘરે આવ્યા હતા અને આરોપી રાજેશ ગોહિલને કઢંગી હાલતમાં જોતા તે ઘરનાં પાછલા દરવાજેથી ફરાર થયો હતો.

બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી કરી ધરપકડ

આ મામલે પીડિત વિધવા મહિલાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં (Jawaharnagar police Station) આરોપી રાજેશ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી આરોપી રાજેશ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધીને તેની શોધખોળ આદરી હતી. દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે આરોપી રાજેશ રામપુરાના મંદિર પાસે આવવાનો છે. આથી પોલીસે વોચ ગોઠવીને આરોપી રાજેશ ગોહિલની દબોચી લીધો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો - PORBANDAR : હવે તો ડોક્ટર પણ નકલી! માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો બોગસ ડૉક્ટર રંગેહાથ ઝડપાયો

આ પણ વાંચો - Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં મોટો ખુલાસો! પોલીસની ટીમ નેપાળ જશે! જાણો કેમ?

આ પણ વાંચો - VADODARA : મંદિર બહાર દેખાતી “VMC દાનપેટી” એ આશ્ચર્ય સર્જ્યુ

Tags :
Crime Newsformer BJP MLAGujarat FirstGujarati NewsJawaharnagar PoliceJawaharnagar Police StationNizampurapaRajesh GohilRapeVadodarawidow's house
Next Article