Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ઉભરાતી ગટરની સમસ્યા દુર નહી થતા મહિલાઓએ રોડ રોક્યો

VADODARA : શહેર (VADODARA) ના પાંજરીગર મહોલ્લામાં ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. ગટરના પાણી રોડ પર રેલાતા વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. એટલું જ નહી પીવાના પાણીમાં પણ હવે દુર્ગંધ આવતી હોવાનું મહિલાઓ જણાવી રહી છે. અનેકો વખત...
11:48 AM Jun 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : શહેર (VADODARA) ના પાંજરીગર મહોલ્લામાં ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. ગટરના પાણી રોડ પર રેલાતા વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. એટલું જ નહી પીવાના પાણીમાં પણ હવે દુર્ગંધ આવતી હોવાનું મહિલાઓ જણાવી રહી છે. અનેકો વખત રજૂઆત છતાં કોઇ નક્કર ઉલેક નહિ આવતા આખરે મહિલાઓ ફતેપુરા મેઇન રોડ, પાંજરીગર મહોલ્લા પાસે રોડ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. રોડ પર મહિલાઓ બેસી જતા વાહન ચાલકોએ વૈકલ્પિક રોડ પસંદ કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. સાથે જ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળે દોડી આવી છે.

રસ્તા પર બેસી વિરોધ

શહેરના પાંજરીગર મહોલ્લામાં ગટર બહુ ભરાય છે. દોઢ મહિનાથી આ સમસ્યા નડી રહી છે. છતાં તેનો કોઇ નક્કર ઉકેલ લાવવામાં નહી આવતા આજે મહોલ્લાની મહિલાઓએ એકત્ર થઇને રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો છે.

ઘરમાં દુર્ગંધ પહોંચી

મહિલાઓ સર્વે જણાવે છે કે, આ સમસ્યા લાંબા સમયથી છે. ગટરનું પાણી નિકળી રહ્યું છે. પાલિકામાંથી અધિકારીઓ આવે છે, પરંતુ કોઇ ઉકેલ લાવતા નથી. પાલિકામાંથી કોઇ અહિંયા નહી આવે ત્યાં સુધી અમે જમ્યા વગર બેસી રહીશું. બધા બિમાર થઇ રહ્યા છે. નાના છોકરાઓ વારે વારે બિમાર થઇ રહ્યા છે. ઘરમાં દુર્ગંધ આવ્યા કરે છે. અમારે ત્યાં આવતા પાણીમાં ગટરનું પાણી મિશ્રીત થઇને આવે છે. આખરે ત્રાસીને અમે ફતેપુરા મેઇન રોડ, પાંજરીગર મહોલ્લા પાસે બેઠા છે.

પોલીસ દોડતી થઇ

તો બીજી તરફ ઘટનાની જાણ થતા જ સ્થઆનિક પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. મહિલાઓ મુખ્ય રસ્તા પર બેસીને પોતાનો વિરોધ નોંધાવતા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. એટલું જ નહી લોકોએ આગળ જવા માટે અન્ય વૈકલ્પીક રસ્તાનો ઉપયોગ કરવાનો વારો આવ્યો હતો. લાંબા સમયથી પડતી સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ નહી આવતા આખરે મહિલાઓએ વિરોધનો રસ્તો પસંદ કર્યો હતો. જેને લઇને પોલીસ તો દોડતી થઇ ગઇ હતી. હવે પાલિકા તંત્ર કેટલા સમયમાં સ્થાનિકોની મુશ્કેલીનો ઉકેલ લાવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : આવાસ યોજનામાં એક મકાનની ફાળવણી સામે વિરોધનો સુર

Tags :
drainagefemaleissueonOverflowProtestRoadSITVadodara
Next Article