VADODARA : માલિકનો ઇશારો થતા પાળેલો શ્વાનનો બાળક પર ફરી વળ્યો
VADODARA : વડોદરા (VADODARA) માં ઘરમાં પાળેલો જર્મન શેફર્ડ બ્રિડનો પાળતુ શ્વાનની એક જ ફ્લેટમાં રહેતા મહિલા અને બાળકી પર હુમલો કરી બચકું (DOG BITE) ભર્યાની ઘટના સામે આવી છે. જે મામલે મહિલાએ શ્વાન માલિક સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઝઘડો થયો હતો
મકરપુરા પોલીસ મથકમાં વર્ષાબેન પ્રવીણ પાંડે (રહે. મંગલાગ્રીન, તરસાલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 7, જુલાઇના રોડ તેઓ ફ્લેટમાં વોકીંગ કરવા નિકળ્યા હતા. તે વખતે સોસાયટીમાં રહેતા શશીકાંત મોઘે તેમના જર્મન શેફર્ટ બ્રિડના પાળતુ શ્વાનને લઇને નિકળ્યા હતા. અગાઉ એપાર્ટમેન્ટના રહીશ જોડે તેમને ઝઘડો થયો હતો. તેઓની પત્નીએ ગત મહિનામાં કુતરૂ હટાવી દેવાની બાંહેધારી આપી હતી. અને એક મહિનો થયો હોવા છતાં તેમણે કુતરૂ અન્યત્રે શિફ્ટ કર્યું ન્હતું.
બચકું ભરી લીધું
7, જુલાઇના રોજ રાત્રે 9 વાગ્યાના આરસામાં તેઓ તેમની સામે આંખો કાઢીને જોડા હતા. દરમિયાન તેઓ નશાની હાલતમાં હોવાની તેમને આશંકા ગઇ હતી. તેમણે જર્મન શેફર્ડ કુતરાનો પટ્ટો ખોલીને કંઇક ઇશારો કરીને છોડી દેતા તેણે તેમની પાસે આવીને 9 વર્ષની દિકરીને જમણા પગના ભાગે બચકું ભરી લીધું હતું. બાદમાં બુમાબુમ થતા તમામ એકત્ર થઇ ગયા હતા. તે સમયે શશીકાંત મોઘેએ કહ્યું કે, તું એકલી રહે છે. મારા વિરૂદ્ધ ફરિયાદ કરીશ, તો તને જાનથી મારી નાંખીશ. તેવી ધમકી આપીને તે કુતરૂ લઇ જતો રહ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત દિકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
વધુ કાર્યવાહી હાથ ધરી
આખરે ઉપરોક્ત મામલે શશીકાંત મોઘે (રહે. મંગલાગ્રીન, તરસાલી) મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : રૂ. 2 હજારના નુકશાનની ભરપાઇ કરવા પરચુરણ ઉઘરાવી વિરોધ