Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "ભણેશ્રી" કોર્પોરેટરે 8 મી શૈક્ષણિક ડિગ્રી મેળવી

VADODARA : વડોદરા (VADODARA) ના કોર્પોરેટર ડો. રાજેશ શાહે 8 મી શૈક્ષણિક ડિગ્રી મેળવી છે. તેઓ અગાઉ મેડિકલ, સંગીત અને મેનેજમેન્ટ ક્ષેત્રમાંથી 7 ડિગ્રીઓ મેળવી ચુક્યા છે. ડો. રાજેશ શાહ સંગીત વિસારદમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવીને ત્રણ ગોલ્ડ મેડલ (GOLD...
vadodara    ભણેશ્રી  કોર્પોરેટરે 8 મી શૈક્ષણિક ડિગ્રી મેળવી

VADODARA : વડોદરા (VADODARA) ના કોર્પોરેટર ડો. રાજેશ શાહે 8 મી શૈક્ષણિક ડિગ્રી મેળવી છે. તેઓ અગાઉ મેડિકલ, સંગીત અને મેનેજમેન્ટ ક્ષેત્રમાંથી 7 ડિગ્રીઓ મેળવી ચુક્યા છે. ડો. રાજેશ શાહ સંગીત વિસારદમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવીને ત્રણ ગોલ્ડ મેડલ (GOLD MEDAL) પણ મેળવ્યા છે. તબિબી સેવાઓ અને જાહેર જીવનમાં રહેવાની સાથે તેમની ભણતર પ્રત્યેની ઘગશ આજના યુવાનો માટે જીવંત પ્રેરણારૂપ છે.

Advertisement

ભણતરનો ઓછું અને ગણતર તથા અનુભવને વધારે માન

તાજેતરમાં વડોદરાના કોર્પોરેટર ડો. રાજેશ શાહે પોલીટીકલ સાયન્સમાં માસ્ટર્સ કરીને જીવનની 8 મી શૈક્ષણિક ડિગ્રી મેળવી છે. આજના દિવસે ભણતરનો ઓછું અને ગણતર તથા અનુભવને વધારે માનવામાં આવે છે. ત્યારે વડોદરાના ડો. રાજેશ શાહ વિવિધ ક્ષેત્રોમાંથી ડિગ્રી મેળવીને ભણતર માટે જીવંત ઉદાહરણ બન્યા છે. ડો. રાજેશ શાહ જણાવે છે કે, જાહેર જીવનમાં હોવાથી લોકો સાથે કામ કરવાનો અનુભવ ઘણો હતો. પરંતુ તેને લઇને એકેડેમિક ડિગ્રી લેવાની ઇચ્છાએ મેં માસ્ટર્સ ઇન પોલીટીકલ સાયન્સ ભણવા માટે ઓપન યુનિવર્સીટીમાં એડમિશન લીધું હતું.

મોડી રાતો જાગીને ભણતર પુર્ણ કર્યું

ડો. રાજેશ શાહ જણાવે છે કે, ઓપન યુનિવર્સિટીમાં નિયમીત ક્લાસ ભરવાનું ભારણ હોતું નથી. હવે ટેકનોલોજીના સહારે મોટા ભાગના લેક્ચર્સ ઓનલાઇન ભણી શકાય છે. મોડી રાતો સુધી જાગીને મેં પોલીટીકલ સાયન્સનું ભણતર પુર્ણ કર્યું હતું. કારણકે સવારે તબિબિ સેવાઓ અને લોક પ્રતિનીધી તરીકે કોણ પણ સમયે લોકો સમસ્યા લઇને મારી પાસે આવી શકે. તે સ્થિતીમાં રાત્રિનો સમય તૈયારી કરવા માટે સૌથી અનુકુળ રહેતો હતો.

Advertisement

આપણી વ્યવસ્થા પર વધુ ભરોસો પ્રસ્થાપિત થયો

ડો. રાજેશ શાહ જણાવે છે કે, પોલીટીકલ સાયન્સના માસ્ટર્સના કોર્ષમાં અમે જે લોકપ્રતિનીધી તરીકે કામ કરીએ છીએ. તેનો થીયરીમાં અભ્યાસ કર્યો. લોક સેવા માટેના મેનેજમેન્ટની માહિતી ઝીણવટભરી રીતે જાણવા મળી, સરકાર વધુ અસરકારક રીતે પોતાનું કામ કરી શકે તે વિષય પર ઉદાહરણ સાથે જાણવા મળ્યું. ભારતથી આગળના દેશો અને પછાત દેશોની સરકારો અંગેની માહિતી સંક્ષિપ્તમાં જાણી આપણી વ્યવસ્થા પર વધુ ભરોસો પ્રસ્થાપિત થયો. 8 મી ડિગ્રીમાંથી મેળવેલો આ મારો અનુભવ છે

પબ્લીક પોલીસીના વિષય પર વધુ અભ્યાસ કરવાની ઇચ્છા

ડો. રાજેશ શાહે બીએચએમએસની પ્રથમ ડિગ્રી 1986 માં પૂર્ણ કરી હતી. ત્યાર બાદ એમડી, સંગીત વિશારદ, મેનેજમેન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, માસ્ટર્સ ઓફ બિઝનેશ એડમીનીસ્ટ્રેશન, અને તાજેતરમાં વર્ષ 2024 માં માસ્ટર્સ ઇન પોલીટીકલ સાયન્સની ડિગ્રી મેળવી છે. હવે તેઓ આગળ પબ્લીક એડમીનીસ્ટ્રેશન પર અને પબ્લીક પોલીસીના વિષય પર વધુ અભ્યાસ કરવાની ઇચ્છા જણાવી રહ્યા છે.

Advertisement

અભ્યાસનો નિચોડ થકી શ્રેષ્ઠ કરી શકું

ડો. રાજેશ શાહ આખરમાં જણાવે છે કે, આટલી શૈક્ષણિક ડિગ્રી મેળવવા માટે પરિવારનો ઘણો સપોર્ટ રહ્યો. આજના સમયે માસ્ટર્સ થઇ જાય એટલે યુવાન ભણવાનું છોડીને કમાવવા પર ફોકસ કરતો થઇ જાય છે. ત્યારે મેં તબિબિ પ્રેક્ટીસ અને જાહેર જીવન સાથે ભણવાનો નિર્ણય કર્યો હતો. પરિવારે સારામાં સારા માર્કસ સાથે ડિગ્રી મેળવું તેને લઇને મને હંમેશા પ્રોત્સાહિત કર્યો છે. આ બધા અભ્યાસનો નિચોડ મારા જાહેર જીવનમાં લાવી શકું અને શ્રેષ્ઠ કરી શકું તે માટે સતત પ્રયાસો કરતો રહું છું

આ પણ વાંચો --VADODARA : બુધ-ગુરૂવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાશે

Tags :
Advertisement

.