Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરવાનો સમય વહેલો કરાયો

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં ૧૭૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં જોડાયેલા શ્રમયોગીઓને આકરા ઉનાળા સામે રાહત આપવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિટવેવથી સ્થિતિને ધ્યાને રાખીને મનરેગામાં કામનો સમય...
vadodara   જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરવાનો સમય વહેલો કરાયો

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં ૧૭૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં જોડાયેલા શ્રમયોગીઓને આકરા ઉનાળા સામે રાહત આપવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિટવેવથી સ્થિતિને ધ્યાને રાખીને મનરેગામાં કામનો સમય વહેલો કરવામાં આવ્યો છે.

Advertisement

રાહત આપવાનો પ્રયાસ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે જણાવ્યું કે, મનરેગાના શ્રમયોગીઓને રાહત આપવા માટે હવે સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૧ વાગ્યા અને સાંજના ૪ થી ૭ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

ઠંડી છાશનું વિતરણ

વડોદરા જિલ્લામાં હાલમાં ૧૭૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ વિવિધ કામો ચાલી રહ્યા છે અને તેમાં ૧૯૯૫ શ્રમયોગીઓ જોડાયા છે. આકરા ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખીને કામના સ્થળે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કામનો સમય વહેલો કરવામાં આવતા શ્રમયોગીઓને ખાસ રાહત થઇ છે.

Advertisement

૧૯૯૫ વ્યક્તિ કામમાં જોડાયા

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાનની મનરેગા હેઠળ રોજગારીની તારીજ જોઇએ તો અત્યાર સુધીમાં મનરેગા હેઠળ ૧૨૪૩૪૭ પરિવારોના ૨૩૫૨૦૪ સભ્યોની નોંધણી થઇ છે. તેમાંથી ૩૪૩૮ પરિવારના ૪૫૭૧ વ્યક્તિએ કામની માંગણી કરી છે. હાલમાં ૧૯૯૫ વ્યક્તિ કામમાં જોડાયા છે.

સૂચના આપી હતી

ગતરોજ હીટવેવ સામે તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં શ્રમયોગીઓને રાહત મળે તે માટે છાંયડો, પીવાનું પાણી, પ્રાથમિક સારવારની કિટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને મનરેગાના કામો માટે સવારના સમય વહેલો કરવા સૂચના આપી હતી.

Advertisement

અમલ કરાવવા શ્રમ અધિકારીને જણાવ્યું

શાહે માર્ગ અને મકાન વિભાગ, રાજય અને પંચાયત, સિંચાઇ વિભાગ દ્વારા ચાલતા વિવિધ કામોમાં શ્રમયોગીઓને બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી વિરામ આપવાના રાજ્ય સરકારના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા તાકીદ કરી હતી. બાંધકામ સાઇટ ઉપર પણ આ બાબતનો અસરકારક અમલ કરાવવા સરકારી શ્રમ અધિકારીને જણાવ્યું હતું.

આ પણ વાંચો -- VADODARA : કોનોકાર્પસ વૃક્ષોનો સફાયો જારી

Tags :
Advertisement

.