Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મતદાન કર્યાની નિશાની ભાવતા ભોજનના બિલમાં રાહત અપાવશે

VADODARA : લોકસભાની સામાન્ય ચૂંટણીમાં (LOKSABHA ELECTION - 2024) વડોદરા બેઠક ઉપર મહત્તમ મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસોમાં સહયોગ માટે ધી બરોડા હોટેલ ઓનર એસોસિએશન આગળ આવ્યું છે. વડોદરા મહાપાલિકા સાથે બેઠક બાદ આ સંગઠને જાહેરાત કરી છે...
vadodara   મતદાન કર્યાની નિશાની ભાવતા ભોજનના બિલમાં રાહત અપાવશે

VADODARA : લોકસભાની સામાન્ય ચૂંટણીમાં (LOKSABHA ELECTION - 2024) વડોદરા બેઠક ઉપર મહત્તમ મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસોમાં સહયોગ માટે ધી બરોડા હોટેલ ઓનર એસોસિએશન આગળ આવ્યું છે. વડોદરા મહાપાલિકા સાથે બેઠક બાદ આ સંગઠને જાહેરાત કરી છે કે, મતદાનના દિવસ તા. ૭ના રોજ એક દિવસ શહેરની તમામ હોટેલ, રેસ્ટોરાંમાં મતદાન કર્યાનું નિશાન બતાવનાર ગ્રાહકને બિલની રકમ ઉપર સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વડોદરા શહેરમાં હવે સાત તારીખે મતદાન કરનારને મજા જ મજા આવે એવી આ જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

નિશાની દેખાડવાની રહેશે

વડોદરા શહેરમાં નાની મોટી મળી કુલ ૬૯૪ હોટેલ્સ, રેસ્ટોરા, ઉપાહાર ગૃહો ઉક્ત સંગઠન સાથે જોડાયેલા છે. ધી બરોડા હોટેલ ઓનર એસોસિએશને તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં મતદાન કરવાની સાત તારીખે એક દિવસ પૂરતું બિલ ઉપર સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નાગરિકે પોતે મતદાન કર્યું હોવાની સાબિતી રૂપે આંગળી ઉપર કરાયેલી નિશાની દેખાડવાની રહેશે. આ ડિસ્કાઉન્ટ એસોસિએશન સાથે જોડાયેલી ૬૯૪ હોસ્ટેલ્સ, રેસ્ટોરા અને ઉપાહાર ગૃહોમાં મળશે.

ઓફર આપવામાં આવી

આ ઉપરાંત બર્ગર કિંગ, ડોમિનોઝ, મેકડોનાલ્ડ, પિઝાહટ, કેએફસી અને લા પિનોઝ જેવી ફ્રેન્ચાઇઝી વડોદરા શહેરના આઉટલેટ ઉપર ડિસ્કાઉન્ટ આપશે અને આ બાબતે તેમના આઉટલેટ ઉપર જાહેરાત કરવામાં આવશે. તદ્દઉપરાંત, શહેરના સિનેમાઘરોમાં પણ ખાણીપીણીની વસ્તુઓ ઉપર ઓફર આપવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : “મતવાળી મહેંદી”, આંગણવાડી કેન્દ્રોમાં યોજાઇ અનોખી સ્પર્ધા

Advertisement
Tags :
Advertisement

.