Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ક્વોરીમાં ડમ્પર રિવર્સ લેતા "મોત" ફરી વળ્યું

VADODARA : વડોદરા જિલ્લામાં (VADODARA DISTRICT) ભારદારી વાહનોથી અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં ડેસર પોલીસ મથક વિસ્તારમાં આવેલી ક્વોરીમાં ડમ્પર રિવર્સ લેતા સમયે ટાયરની અડફેટે આધેડ આવ્યા હતા. તેમના પર ડમ્પર ફરી વળતા મોત નિપજ્યું...
vadodara   ક્વોરીમાં ડમ્પર રિવર્સ લેતા  મોત  ફરી વળ્યું

VADODARA : વડોદરા જિલ્લામાં (VADODARA DISTRICT) ભારદારી વાહનોથી અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં ડેસર પોલીસ મથક વિસ્તારમાં આવેલી ક્વોરીમાં ડમ્પર રિવર્સ લેતા સમયે ટાયરની અડફેટે આધેડ આવ્યા હતા. તેમના પર ડમ્પર ફરી વળતા મોત નિપજ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) માં ડમ્પર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ક્વોરી મેનજરનો ફોન આવ્યો

ડેસર પોલીસ મથકમાં રાકેશભાઇ કમનભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ખેતમજૂરી કરીને જીવન ગુજારે છે. તેઓના પિતા કમનભાઇ કાળુભાઇ પરમાર રૂદ્ર મિનરલ્સ ક્વોરીમાં ફિડીંગની પોસ્ટ પર નોકરી કરી રહ્યા હતા. 26 એપ્રિલે તેઓ ઘરમાં સુતા હતા. દરમિયાન ક્વોરીના મેનજરનો ફોન આવ્યો અને જણાવ્યું કે, પિતા કમનભાઇનો ક્વોરીમાં અકસ્માત થયો હતો. તેઓને વાગ્યું હતું. જેથી તેઓને ડેસર સરકારી દવાખાને લઇને આવ્યા હતા. જે બાદ પરિજનો હોસ્પિટલ જવા નિકળ્યા હતા.

રિવર્સ લેવડાવવા માટે પાછળથી સાઇડ બતાવતા

દવાખાનામાં જઇને જોતા પિતાને પીએમ રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેઓને કમરથી સાથળ સુધીનો ભાગ ચગદાઇ ગયેલો હતો. તેમના પર મોટું વાહન ચઢી ગયું હોય તેમ જણાતું હતું. દરમિયાન ક્વોરી મેનેજરે જણાવ્યું કે, ડમ્પર ડ્રાઇવર વિનોદભાઇ બાબુભાઇ ઉરાડે પ્લાન્ટમાંથી ડમ્પર ભરેલી ગ્રીટને સ્ટોકમાં ખાલી કરવા માટે રિવર્સ લેતા હતા. કમનભાઇ પરમાર ડમ્પર રિવર્સ લેવડાવવા માટે પાછળથી સાઇડ બતાવતા હતા. તેવામાં તેઓ ડમ્પરના પાછળના વ્હીલની અડફેટમાં આવી ગયા હતા. જેથી ડમ્પરનું વ્હીલ નીચે તેઓ ચગદાયા હતા. જે બાદ તેમને તાત્કાલિક ડેસર દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

વધુ તપાસ હાથ ધરી

આખરે ઉપરોક્ત મામલે ડમ્પર ચાલક વિનોદભાઇ બાબુભાઇ ઉરાડે (રહે. રૂદ્રા મિનરલ્સ પ્લાન્ટ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : 41 વર્ષ જૂના કેસમાં ડોન દાઉદ ઇબ્રાહિમ દોષમુક્ત

Advertisement

Tags :
Advertisement

.