Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DABHOI : તીર્થક્ષેત્ર ચાંદોદમાં ગંગા દશહરા પર્વની રંગેચંગે ઉજવણી

DABHOI : દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 7 જૂનથી 10 દિવસીય ગંગા દશાહરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો હતો. આ પર્વમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે સાયંકાળે યોજાતી મહા આરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે ગુજરાત ભરમાંથી રોજે રોજ સેકડો શ્રદ્ધાળુઓ...
dabhoi   તીર્થક્ષેત્ર ચાંદોદમાં ગંગા દશહરા પર્વની રંગેચંગે ઉજવણી

DABHOI : દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 7 જૂનથી 10 દિવસીય ગંગા દશાહરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો હતો. આ પર્વમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે સાયંકાળે યોજાતી મહા આરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે ગુજરાત ભરમાંથી રોજે રોજ સેકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લીધો હતો.

Advertisement

ભક્તોને મોક્ષ મળે

ગંગા નદીનું હિન્દુ ધર્મની પરંપરામાં ઘણું મહત્વ છે. સનાતન ધર્મની માન્યતા અનુસાર, ગંગા નદીને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે અને તેમાં સ્નાન કરવાથી પાપકર્મમાંથી મુક્તિ મળે છે. આજરોજ ગંગા દશેરાનો પાવન અવસર છે. દર વર્ષે જ્યેષ્ઠ શુક્લ દશમી તિથિએ ગંગા દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષોથી ગંગા દશેરા પર માતા ગંગાની પૂજા કરવાની અને તેમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવવાની પરંપરા ચાલી આવે છે. આમ કરવાથી ભક્તોને મોક્ષ મળે છે. ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.

Advertisement

ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી

ત્યારે આજે જેઠ સુદ દશમના રોજ અંતિમ દિવસે ડભોઇ દર્ભાવતી ના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ પત્ની મીનાબેન મહેતા સાથે ડભોઇ ડી.વાય.એસ.પી આકાશ પટેલ,પી.આઈ એસ.જે.વાઘેલા,ચાંદોદ પી.એસ.આઈ ડી.આર.ભાદરકા એ ચાંદોદ ના વિધવાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી. પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ માં દરવર્ષે ઉજવાતા વિવિધ ધાર્મિક ઉત્સવો વિશેષ પૌરાણિક મહાત્મ્ય સાથે સંકળાયેલા છે. ગંગા મૈયા ના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં વર્ષો જૂની પરંપરા મુજબ પ્રતિવર્ષ ઉજવાતો ગંગા દશાહરા મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવણી કરાઈ હતી.

હર હર ગંગે ...હર હર નર્મદે

10 દિવસ દરમ્યાન ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નદી કિનારે ગંગા દશાહરા પર્વ ભક્તિ ભાવપૂર્વક ઉજવાયો હતો દરરોજ સાંજે 6 કલાકે ભૂદેવોના વેદગાન, મંત્રોચ્ચાર અને પુણ્યસલીલા નર્મદાજીની મહાઆરતી માં શ્રદ્ધાળુઓ જોડાઈ ને માતાજીને ચુંદડી, દૂધ, કુમકુમ, શ્રીફળ જેવી સામગ્રી અર્પણ કરી હર હર ગંગે ...હર હર નર્મદે...ના નાદ સાથે સ્નાનનો લાભ લીધો હતો.

Advertisement

રિપોર્ટર : પીન્ટુ પટેલ, ડભોઇ - વડોદરા

આ પણ વાંચો -- VADODARA : ધ્રૂસકેને ધ્રૂસકે રડતાં બાળકના સ્મિતનું કારણ બની પોલીસ

Tags :
Advertisement

.