ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : માનવ તસ્કરી કૌભાંડનો આરોપી 7 દિવસના રિમાન્ડ પર, 200 લોકોને ફસાવ્યા

VADODARA : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા યુનિક એમ્પલોઇમેન્ટ કંપની દ્વારા કંબોડિયામાં માનવ તસ્કરી કૌભાંડ (Cambodia Job Scam) ચલાવવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા મનીષ હિંગુના 7 દિવસના રિમાન્ડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મેળવ્યા છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થાય...
10:40 AM May 29, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા યુનિક એમ્પલોઇમેન્ટ કંપની દ્વારા કંબોડિયામાં માનવ તસ્કરી કૌભાંડ (Cambodia Job Scam) ચલાવવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા મનીષ હિંગુના 7 દિવસના રિમાન્ડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મેળવ્યા છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે. તાજેતરમાં મુળ ઓરીસ્સાના ભોગબનનાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા એનઆઇએ (NIA) અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

નોકરીના ઝાંસામાં લઇ માનવ તસ્કરી

કંબોડિયામાં નોકરીના નામે મોટી ઠગાઇ કરીને માનવ તસ્કરીના કૌભાંડનો તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઇએની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા યુનિક એમ્પલોઇમેન્ટ સર્વિસ ચલાવતા સંચાલક અને એજન્ટો દ્વારા કંબોડિયામાં નોકરી મેળવવાના ઝાંસામાં લઇ લોકોને માનવ તસ્કરીમાં ધકેલી દેવામાં આવતા હોવાના કૌભાંડમાં સામેલ મનીષ હિંગુની અટકાયત કરવામાં આવી હતી. હાલ આ મામલાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આગળ ધપાવી રહી છે.

દરોડામાં 57 પાસપોર્ટ મળી આવ્યા

યુનિક એમ્પલોઇમેન્ટના સંચાલક મનીષ હિંગુ, એજન્ટ ક્રિષ્ણા પાઠક, વિક્કી અને આનંદ વિશ્વકર્મા દ્વારા આ નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું હાલ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મનીષ હિંગુના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેની ઓફિસે દરોડામાં 57 પાસપોર્ટ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ આરોપીની કંપની દ્વારા 200 લોકોને વિદેશમાં ગુલામ બનાવ્યા હોવાનું પણ આ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. નોકરીના બહાને જરૂરીયાતમંદ લોકોને કંબોડિયા લઇ જઇને સાઇબર ક્રાઇમમાં ધકેલી દેવામાં આવતા હોવાનું ખુલ્યું છે.

ચોંકાવનારી માહિતી ખુલી શકે

સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપીના રીમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની પુછપરછમાં ચોંકાવનારી માહિતી ખુલી શકે તેમ છે. આ મામલે તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો -- GUJARAT FIRST IMPACT : આખરે BHARUCH માં પરવાનગી વિનાનું વોટરપાર્ક સીલ કરાશે; અધિક કલેકટરે આપ્યું આ નિવેદન

Tags :
7accusedActionagainstbranchCambodiaCrimedayjointNIAonremandScamVadodara
Next Article