VADODARA : કોંગ્રેસના લોકસભા ઉમેદવાર હરણી બોટકાંડમાં મૃતકના પરિવારને મળ્યા
VADODARA : વડોદરામાં સર્જાયેલા હરણી બોટકાંડ (VADODARA HARNI BOAT ACCIDENT) મામલે કોર્ટ દ્વારા પણ તાજેતરમાં કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેવામાં વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર (VADODARA LOKSABHA CONGRESS CANDIDATE) જશપાલસિંહ પઢીયાર (JASHPALSINH PADHIYAR) અને શહેર કોંગ્રેસ પ્રમુખ (CONGRESS CITY PRESIDENT) રૂત્વિજ જોશી (RUTVIJ JOSHI) હરણી બોટકાંડમાં પોતાનું માસુમ બાળક ગુમાવનાર પરિવારને મળ્યા હતા. જેમાં માતાએ પોતાની વેદના વ્યક્ત કરીને શાળા સંચાલકો, પાલિકા અને શિક્ષણા અધિકારી પર ગંભીર આરોપો મુક્યા હતા. તો બીજી તરફ કોંગી આગેવાનો દ્વારા લડત જારી રાખવાનું જણાવ્યું હતું.
વ્હાલસોયુ સંતાન ગુમાવીદેનાર પરિવારને મળ્યા
હરણી બોટ કાંડમાં વિદ્યાર્થીઓ સહિત 13 લોકોનું મૃત્યું થયું હતું. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે કડક આદેશ આપવામાં આવ્યા છે. અને તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર સામે ડિપાર્ટમેન્ટલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવા જણાવ્યું છે. જે બાદ ગતરોજ વડોદરા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર દ્વારા વારસિંયા રીંગ રોડ પર કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓ હરણી બોટકાંડમાં પોતાનું વ્હાલસોયુ સંતાન ગુમાવીદેનાર પરિવારને મળ્યા હતા. જેમાં મૃતકની માતાએ શાળા સંચાલકો, પાલિકા અને શિક્ષણા અધિકારી પર ગંભીર આરોપો મુક્યા હતા. જેની સામે કોંગી આગેવાનો દ્વારા આગળ કાર્યવાહી કરવા માટે તૈયારી દર્શાવી હતી.
કેટલા રૂપિયા ખવડાવ્યા હશે
મૃતક વિદ્યાર્થીની માતા જણાવે છે કે, હવે એવું સાંભળ્યું છે કે, કોર્પોરેશન કામ અટકાવે છે. વકીલ-જજ દ્વારા જે માહિતી જોઇએ છે, તે કોર્પોરેશન કેમ નથી આપી રહ્યું ! કેમ તેમનું પાપ છુપાવી રહ્યું છે ! કારણકે જૂનમાં શાળાઓ શરૂ થશે. તંત્ર એવું ચાલી રહ્યું છે, ન્યુ સનરાઇઝ સ્કુલમાં વધારે એડમિશન લીધું છે. કેમ, કારણકે સ્કુલવાળાને કહેવા માટે ચાલે ને મારી સ્કુલમાં વધારે બાળકો છે, એટલા માટે સ્કુલ બંધ કેવી રીતે થાય, કારણકે ફાયદો ઉઠાવવાય. વિચારો જિલ્લા શિક્ષણ અધિકારીને કેટલા રૂપિયા ખવડાવ્યા હશે. આ બનાવ બન્યો છે, ત્યારે 80 ટકા પેરેન્ટ્સ હોવા જોઇએ, જે શાળામાં બાળકોને મુકતા અચકાય, તેમ છતાં આ લોકોએ ન્યુ સનરાઇઝમાં બાળકોનું એડમિશન થયું. મને સાંભળવા મળ્યું છે.
કારણકે પોતાના બાળકો નથી ગયા ને
વધુમાં મૃતકની માતા જણાવે છે કે, રૂપિયા કેટલા ખવડાવ્યા હશે, તાત્કાલિક એવું કેવું થઇ જાય, બાળકોના જીવ ગયા તે રમત છે, તમે હાઇફાઇ હોવ તો સ્કુલ તૈયારી બંધ કરાવી દો, એક મહિનામાં રૂપિયા ખવડાવીને. આજે બારેબાર બાળકો મિડલ ક્લાસ ફેમિલિ વાળા છે. ત્રણ મહિના થયા છે, હજી સુધી કંઇ થયું નથી. પાલિકા કોઇ જવાબ આપે છે ? કારણકે પોતાના બાળકો નથી ગયા ને, અમને આખો દિવસ છોકરાઓ યાદ આવે છે, કેવી રીતે અમે જીવીએ છીએ , અમે જ જાણીએ છીએ.
ડીઇઓ અને શાળા સંચાલકોને પણ લેવા જોઇએ
રૂત્વિજ જોશી જણાવે છે કે, ચૂંટણીમાં હાર-જીતની ચિંતા કરી નથી. તમે જોયું હશે છેલ્લા ત્રણ મહિનાથી અમે જ લડીએ છીએ. અમે દરેક લેવલ પર રજૂઆત કરી આંદોલન પણ કર્યા છે. આ લોકો જાડી ચામડીના છે, તેમના પેટનું પાણી નથી હાલતું, હાઇકોર્ટે આ મુદ્દો ઉઠાવ્યો છે, ફરી અમે ડીઇઓનું લઇએ છીએ. આમાં ડીઇઓ અને શાળા સંચાલકોને પણ લેવા જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : ચૂંટણી સમયે BJP કોર્પોરેટરનું ફેસબુક એકાઉન્ટ હેક