VADODARA : લાંબી રાહ જોયા બાદ મળ્યું "નળથી સ્વચ્છ જળ"
VADODARA : વડોદરા (VADODARA) ના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં પાણી દુર્ગંધ મારતું આવતુ હોવાથી પાલિકાની ટીમ દ્વારા લિકેજ શોધવાની તપાસ હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમને છેલ્લા ચાર દિવસ દરમિયાન 4 મોટા ફોલ્ટ મળી આવ્યા હતા. જેનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવતા આખરે લોકોને લાંબી રાહ જોયા બાદ જળથી સ્વચ્છ જળ પ્રાપ્ત થયું હતું. પાલિકા સુત્રો જણાવી રહ્યા છે કે, ડફોલ્ટ રીપેર કરવાની સાથે 15 જેટલા ગેરકાયદેસર ફ્લેક્સીબલ કનેક્શન પણ મળી આવ્યા હતા, જેને તંત્રએ સીલ માર્યા છે.
વ્યાપક ફરિયાદો ઉઠવા પામી
વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી ચંચળબા સોસાયટી, વલ્લભ બંગ્લોઝ, નરસિંહ ધામ સોસાયટી, સાઈનાથ પાર્ક સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી પુરતા પ્રેશરથી નહિ આવતું હોવાની તથા પાણી દુર્ગંઘ યુક્ત આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. આ ફરિયાદો પાલિકા સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાર દિવસ પહેલા સઘન કાર્યવાહી શરૂ કરતા ટીમને 4 મોટા ફોલ્ટ મળી આવ્યા હતા. જેમાં લક્ષ્મીનગર પાસે 300 મીમીની પાણીની નલિકા અને ડ્રેનેજની નલિકામાં ભંગાણ મળી આવ્યું હતું.
ગેરકાયદેસર ફ્લેક્સીબલ કનેક્શન સીલ
સાથે જ પારસમણી કોમ્પલેક્ષ તરફ જતી 150 મીમીની પાણીની નલિકામાં ભંગાણ મળી આવ્યું હતું. રૂદ્રાક્ષ સોસાયટી પાસે પાણીની નલિકા અને વરસાદી ગટલનું ક્રોસિંગ મળી આવ્યું હતું. જે કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અલગ અલગ જગ્ચાઓએથી 15 જેટલા ગેરકાયદેસર ફ્લેક્સીબલ કનેક્શન મળી આવ્યા હતા, જેને સીલ કરી દેવામાં આવ્યા છે. ઉપરોક્ત કામગીરી હાથ ધરવામાં આવતા લાંબી રાહ જોયા બાદ લોકોને નળથી સ્વચ્છ જળ પ્રાપ્ત થયું છે. પાલિકા સુત્રો જણાવે છે કે, આ સમસ્યા ઉકેલવી થોડીક જટીલ હતી. પરંતુ ટીમવર્કના કારણે સમયસર ઉકેલ લાવી શકાયો છે.
આ પણ વાંચો -- VADODARA : ભરોસાનો વ્યક્તિ જ નિકળ્યો લૂંટ વીથ મર્ડરનો આરોપી