Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપ પ્રમુખનું વિવાદીત નિવેદન, "મત નહી તો કામ નહી"

VADODARA : ગતરોજ શહેરના રાવપુરા વિધાનસભામાં વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA MP DR. HEMANG JOSHI) નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ (VADODARA BJP CITY PRESIDENT DR. VIJAY SHAH) નું ચોંકાવનારૂ...
vadodara   ભાજપ પ્રમુખનું વિવાદીત નિવેદન   મત નહી તો કામ નહી

VADODARA : ગતરોજ શહેરના રાવપુરા વિધાનસભામાં વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA MP DR. HEMANG JOSHI) નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ (VADODARA BJP CITY PRESIDENT DR. VIJAY SHAH) નું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓ જણાવે છે કે, છેલ્લી ત્રણ ચૂંટણી માં જે બુથ માં થી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહિ ફાળવવી. જેને મત નથી આપ્યા તેના કામો નહિ કરવા. જ્યાં થી વધુ મતો મળ્યા છે ત્યાજ કામો કરવા. આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો એકબીજાના મોંઢા જોતા રહી ગયા હતા. વડોદરાવાસીઓએ ભાજપના ઉમેદવારને કોર્પોરેશનથી લઇને સાંસદ સુધી તમામ ઉમેદવારોને જલવંત મતોથી વિજયી બનાવ્યા છે. ત્યારે આ નિવેદન અત્યંત ચોંકાવનારૂ છે.

Advertisement

ગ્રાન્ટ નહી ફાળવવી

વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી જંગી 5.82 લાખ મતોથી વિજયી થઇને સાંસદ બન્યા છે. જે ગુજરાતમાં ત્રીજા ક્રમાંકે વધુ મત મેળવનાર બન્યા છે. ગતરોજ રાવપુરા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપના નવા ચૂંટાયેલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવામાં ગતરોજ સમારોહમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળુભાઇ શુક્લા, મેયર પિન્કીબેન સોની, બાદમાં સાંસદ ડો. હેમાંગ જોશી અને ત્યાર બાદ શહેર પ્રમુખ ડો. વિજય શાહનું સંબોધન યોજાયું હતું. દરમિયાન તેમણે સંબોધનમાં જણાવ્યું કે, છેલ્લી ત્રણ ચૂંટણીમાં જે બુથમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહી ફાળવવી, જેણે મત નથી આપ્યા તેમના કામો નહી કરવા, જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા.

સૌ કોઇ ચોંકી ઉઠ્યા

સાથે જ ડો. વિજય શાહે હાલ ચાલતા સ્કુલવાન ચાલકો, અશાંત ધારાના અમલ અને જર્જરિત મકાનો ખાલી કરાવવાની કાર્યવાહીમાં લોકોની સાથે રહેવા માટેનું સુચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. વિજય શાહના નિવેદનના કારણે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. તે દરમિયાન મંચ પર શહેરના મોટાભાગના તમામ અગ્રણી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર હતા.

Advertisement

ભાજપના સુત્રથી વિપરીત

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સુત્રનો પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેનાથી વિપરીત ભાજપ શહેર પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જેને લઇને તમામ આશ્ચર્યમાં મુકાયા હતા.

આ પણ વાંચો -- VADODARA : MSU માં એડમિશન મામલે “તગડી” લડતના એંધાણ

Advertisement

Tags :
Advertisement

.