ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : મોડી રાત્રે કાર ફરી વળતા ફૂટપાથ પર રહેતા શખ્સનું મોત

VADODARA : વડોદરા (VADODARA) માં લાલબાગ બ્રિજ પાસે આવેલા કાશીવિશ્વનાથ મંદિર સામે ફૂટપાથ પર સુતેલા શખ્સ પર કાર ચઢી જતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં અકસ્માત બાદ કાર ઝાડના થડ જોડે અથડાતા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. કાર ચાલકને...
10:42 AM Jul 07, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં લાલબાગ બ્રિજ પાસે આવેલા કાશીવિશ્વનાથ મંદિર સામે ફૂટપાથ પર સુતેલા શખ્સ પર કાર ચઢી જતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં અકસ્માત બાદ કાર ઝાડના થડ જોડે અથડાતા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

બે ઇજાગ્રસ્ત, એકનું મોત

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે 11 વાગ્યાના આરસામાં લાલબાગ બ્રિજથી રાજમહેલ રોડ તરફ જવાના રસ્તે એક ભુરા કલરની કાર પુર ઝડપે પસાર થઇ રહી હતી. દરમિયાન કાર ફૂટપાથ પર ચઢી ગઇ હતી. તેમાં ફૂટપાથ પર તાડપતરી બાંધીને રહેતા શખ્સ પર કાર ફરી વળી હતી. કાર ફરી વળતા શખ્સ ગંભીર રીતે ઘવાયો હતો. સાથે જ ઘટનામાં કાર ચાલક અંકુર સંતોષ નિમ્બાલકરને પણ ઇજાઓ પહોંચી હતી. જે બાદ બંનેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં જેના પર કાર કાળ બનીને ફરી વળી હતી, તેવા ફૂટપાથ પર રહેતા શખ્સનુ મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક હાલ સારવાર હેઠળ છે.

ઓવર સ્પીડમાં કાર ચલાવતા લોકો પર રોક નહી

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં રાત્રીના સમયે છાટકા બનીને ઓવર સ્પીડમાં કાર ચલાવતા લોકો પર રોક નહી લાગી હોવાનું ખુલ્લુ પાડી રહ્યું છે. ત્યારે શહેરમાં રાત્રીના સમયે ઓવર સ્પીડના કારણે કાર અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં ચાલક પર લગામ કરવી જરૂરી છે. નહી તો આવનાર સમયમાં પણ અનેક નિર્દોશ લોકોના ભોગ લેવાયાની ઘટનાઓ સામે આવતી રહેશે.

આ પણ વાંચો – Surat: ‘ક્યા ખબર હતી કે આ છેલ્લી સફર હશે?’ હિટ એન્ડ રનમાં બે મિત્રોના મોત

Tags :
cardrivefootpathHospitalizedLifelostoneoverrunVadodara
Next Article