VADODARA : MSU હોસ્ટેલના સેન્ટ્રલ કેન્ટીનમાં મોડી રાત્રે બબાલ
VADODARA : વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની બોય્ઝ હોસ્ટેલ (BOYS HOSTEL) ને સેન્ટ્રલ કેન્ટીન (CENTRAL CANTEEN) માં મોડી રાત્રે બબાલની થઇ હોવાનું સામે આવ્યું છે. બેથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા કેન્ટીન સંચાલક પર હુમલો કરવામાં આવતા દોડધામ મચી જવા પામી છે. સંચાલકે આ ઘટના અંગે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બબાલ બાદ હુમલાની ઘટના
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં વિદ્યાર્થીઓ અનેક રાજ્યોમાંથી ભણવા આવે છે. અહિંયા ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થા રાખવામાં આવી છે. તાજેતરમાં બોય્ઝ હોસ્ટેલને સેન્ટ્રલ કેન્ટીનમાં બબાલ બાદ હુમલાની ઘટના સામે આવી છે. જેને લઇને વિવાદ થયો છે.
ફેંટ મારીને મારી સોનાની ચેઇન તોડી નાંખી
સેન્ટ્રલ કેન્ટીનનું સંચાલન કરતા મુકેશ જોશીનું કહેવું છે કે, ગઇકાલે રાત્રે યુવકોએ કોલ્ડડ્રિંકની બોટલ લીધી હતી. તેની સાથે સેવ લેવાની હતી. તેણે કીધું કે, દાદા સેવ વધારે આપે છે, મને ઓછી આપી છે. તમે કંઇ કરી નહિ શકો. હું તમારૂ બધુ લઇ લઇશ. આ બધુ કરી મને ફેંટ મારીને મારી સોનાની ચેઇન તોડી નાંખી. મને માર્યો અને પછી ખુરશીઓ તોડી નાંખી. તે પછી બધા હોલના વિદ્યાર્થીઓ ભેગા થઇ ગયા હતા. બબાલ કરનાર બિહારના વિદ્યાર્થીઓ હોવાની આશંકા છે. અને ત્રણેય નશાની હાલતમાં હોવાની શંકા તેમણે વ્યક્ત કરી છે.
સલામતી સામે પણ સવાલો ઉભા થવા પામ્યા
યુનિ. સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરોજ બબાલ બાદ પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આ મામલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ યુનિ.માં વિદ્યાર્થીઓ તથા અન્ય સ્ટાફની સલામતી સામે પણ સવાલો ઉભા થવા પામ્યા છે.
પુર્નવિચારણા કરવી પડે તેવી સ્થિતી
અત્રે નોંધનીય છે કે, યુનિ.માં ભણતા વિદ્યાર્થીઓને મોડી રાત્રે ચા-નાશ્તો મળી રહે તે માટે સેન્ટ્રલ કેન્ટીન ખુલ્લી રહેતી હોય છે. ભણતા વિદ્યાર્થીઓની સુવિધા માટે આ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. પરંતુ બબાલની ઘટના સામે આવતા આ અંગે પુર્નવિચારણા કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : દિવ્યાંગ બાળકોએ મતદાન જાગૃતિનો આપ્યો રંગબેરંગી સંદેશ