Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બોગસ સ્પોન્શરશીપ લેટર પકડાવી રૂ. 15 લાખની ઠગાઇ

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં બોગસ સ્પોન્સપશીપ લેટર (BOGUS SPONSORSHIP LETTER) પકડાવીને કુલ રૂ. 15 લાખની ઠગાઇ કરી હોવાનો કિસ્સો નોંધાયો છે. આ મામલે પિતા અને પુત્રી દ્વારા આ ઠગાઇ આચરવામાં આવી હોવાનું...
vadodara   બોગસ સ્પોન્શરશીપ લેટર પકડાવી રૂ  15 લાખની ઠગાઇ

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં બોગસ સ્પોન્સપશીપ લેટર (BOGUS SPONSORSHIP LETTER) પકડાવીને કુલ રૂ. 15 લાખની ઠગાઇ કરી હોવાનો કિસ્સો નોંધાયો છે. આ મામલે પિતા અને પુત્રી દ્વારા આ ઠગાઇ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ બાદ આરોપીઓને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

તારે લંડન આવવું હોય તો

કરજણ પોલીસ મથકમાં રીતીષાબેનએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે બ્યુટી પાર્લરનો કોર્ષ કરે છે. બેવર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. સાસરીપક્ષે પરિચીતના દિકરાના લગ્ન વડોદરાની શ્રેયાંસી સાથે થયા હતા. વર્ષ 2022 માં શ્રેયાંસી લંડન અભ્યાસ માટે ગઇ હતી. શ્રેયાંસી પરિચીત થતી હોવાથી તેની જોડે વાતચીત થતી રહેતી હતી. તેવામાં એક દિવસ તેણે કહ્યું કે, તારે લંડન આવવું હોય તો હું મારા વર્ક પરમીટ વિઝા કરાવી આપીશ. જે અંગે તેણીએ હા પાડી હતી.

તો હું વિઝા મંગાવી લઉં

શ્રેયાંસીએ કહ્યું કે, તમારા બંનેના તમામ પ્રોસેસના રૂ. 18 લાખ થશે, તમે મારા પપ્પાને આપી દેજો. બાદમાં રૂ. 6 લાખ તેમના પપ્પાને આપ્યા હતા. નાણાં સ્વીકાર્યા અંગે પાવતી માંગતા સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આપવાનું જણાવ્યું હતું. દરમિયાન વોટ્સએપ મારફતે જરૂરી ડોક્યૂમેન્ટ્સની આપ-લે કરવામાં આવી હતી. બાદમાં એક મહિના બાદ શ્રેયાંસીબેન લંડનથી પાછા આવ્યા હતા. અને સાસરીમાં રોકાયા હતા. ત્યાં બંને તેમને મળ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે, તમે વિઝા બાબતે ચિંતા ના કરો, તમારા તમામ કાગળો તૈયાર છે, તમે મને બાકીની રકમ ચુકવી આપો તો હું વિઝા મંગાવી લઉં. જે બાદ રૂ. 9 લાખ રોકડા આપવામાં આવ્યા હતા. જે બાદ વિડીયો કોલ પર ઇન્ટરવ્યુ થયો હતો. બાદમાં તેમણે કહ્યું કે, બે દિવસમાં તમારો સર્ટીફીકેટ ઓફ સ્પોન્સરશીપ લેટર આવી જશે. બાદમાં શ્રેયાંશી બેનના ઘરે સ્પોન્સર લેટર લેવા માટે બોલાવ્યા હતા. અને આપ્યો હતો.

Advertisement

ઓનલાઇ ખાતરી કરતા ભાંડો ફૂટ્યો

ત્યાર બાદ ખબર પડી કે, શ્રેયાંસીબેન લંડનથી ભારત આવ્યા ત્યારે છુટાછેડા લઇ લીધા છે. તેમણે લંડનમાં પ્રેમ થયા ભારત આવીને છુટાછેડા લીધા છે. બાદમાં વિઝા માટે ફોન કરતે શ્રેયાંસી બેને ગલ્લા-તલ્લા કરવાના શરૂ કરી દીધા હતા. બાદમાં નજીકના ગામમાં વિધા કન્સલ્ટન્સીનું કામ કરતા પરિચીતને સ્પોન્સર લેટર બતાવ્યો હતો. જેની ઓનલાઇ ખાતરી કરતા બોગસ જણાઇ આવ્યો હતો. આખરે બોગસ સ્પોન્સરશીપ લેટર પકડાવીને રૂ. 15 લાખની ઠગાઇ મામલે શ્રેયાંશી યોગેશભાઇ જોશી અને યોગેશ કુમાર ડાહ્યાભાઇ જોશી (રહે. પરિમલ સોસાયટી, વડોદરા) સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --VADODARA : હરણી બોટકાંડ મામલે કોર્પોરેટરે લખ્યું, “આ જીવ કમિશન ખાવામાં ગયા”

Advertisement

Tags :
Advertisement

.