Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બોર્ડની પૂરક પરીક્ષામાં ગંભીર છબરડા

VADODARA : આજથી ધો. 10 - 12 બોર્ડની (GUJARAT BOARD EXAM) પૂરક પરીક્ષા શરૂ થઇ રહી છે. ત્યારે શિક્ષણ વિભાગનો ગભીર છબરડો સામે આવ્યો છે. બોર્ડની પૂરક પરીક્ષાની હોલ ટીકીકમાં તંત્ર દ્વારા બે સરમાના લખવાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ અંતિમ...
vadodara   બોર્ડની પૂરક પરીક્ષામાં ગંભીર છબરડા

VADODARA : આજથી ધો. 10 - 12 બોર્ડની (GUJARAT BOARD EXAM) પૂરક પરીક્ષા શરૂ થઇ રહી છે. ત્યારે શિક્ષણ વિભાગનો ગભીર છબરડો સામે આવ્યો છે. બોર્ડની પૂરક પરીક્ષાની હોલ ટીકીકમાં તંત્ર દ્વારા બે સરમાના લખવાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ અંતિમ ઘડી સુધી દોડતા રહ્યા છે. હોલ ટીકીટમાં પેપર અને તેના કેન્દ્ર અંગે કોઇ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નહી આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. અને વિભાગની બેદરકારી સામે બળાપો કાઢ્યો છે.

Advertisement

અંતિમ ઘડીએ દોડવું પડ્યું

વડોદરા સહિત રાજ્યભરમાં આજથી ધો. 10 - 12 બોર્ડની પૂરક પરીક્ષાઓ શરૂ થઇ છે. જેમાં નક્કી કરેલા વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે. હવે આ પરીક્ષામાં શિક્ષણ વિભાગ દ્વારા હોલ ટીકીટમાં પેપર સામે કેન્દ્રની વિગતો સ્પષ્ટ નહી લખતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ અંતિમ ઘડીએ દોડવું પડ્યું છે. પેપર સામે બે કેન્દ્રોના સરમાના લખવામાં આવતા મુંઝવણ વધી છે.

Advertisement

આ તંત્રની બેદરકારી છે

વિદ્યાર્થી જય દેસાઇ જણાવે છે કે, હોલ ટીકીટમાં અલગ-અલગ એડ્રેસ લખેલા છે. વરસાદમાં બીજી સ્કુલથી વિદ્યાર્થીઓ અહિંયા આવી રહ્યા છે. ત્યાં ટ્રાફીક નડે છે. ભાગતા અમારે બીજી સ્કુલ દોડવું પડ્યું છે. સ્કુલ વાળા અહિંયાથી ત્યાં મોકલવામાં આવે છે. હોલ ટીકીટમાં લખેલી શાળાએ પહોંચ્યા તો બીજી સ્કુલે જવા કહ્યું, બીજી સ્કુલેથી ફરી પહેલી સ્કુલે જવા કહ્યું છે. બહુ તકલીફ પડી છે. આ તંત્રની બેદરકારી છે.

જીવ તાળવે ચોંટ્યા

વાલી દિનેશ પાટીલ જણાવે છે કે, રીસીપ્ટમાં એક જ એડ્રેસ છાપવું જોઇએ. બે એડ્રેસ છાપ્યા હોવાથી છોકરાઓ પહેલા ત્યાં (જીવન સાધના સ્કુલ) ગયા, હવે એન્ડ ટાઇમે દોડાદોડી કરી આવી રહ્યા છે. હોલ ટીકીટમાં બે એડ્રેસ આપેલું છે. તેમણે સ્પષ્ટ લખવું જોઇએ, કે આ પેપર વખતે તમારો આ કેન્દ્ર પર નંબર છે. છેલ્લી ઘડીએ ત્યાં પહોંચ્યા તો તેમણે કહ્યું કે, તમારો બીજી સ્કુલમાં નંબર છે. છેલ્લી ઘડીએ તાત્કાલીક છોકરાઓ કેવી રીતે દોડીને આવે. ટ્રાફીકમાં બાળકોને લઇને તુરંત ભાગવું મુશ્કેલ છે. વાલીઓ-વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ડૂપ્લીકેટ પાવતીઓ થકી રૂ. 1.36 કરોડની ઉચાપત

Tags :
Advertisement

.