Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MP રંજનબેન ભટ્ટે કહ્યું, "મતદારોનો અભિનંદન સાથે આભાર"

VADODARA : વડોદરામાં ભાજપે લોકસભા ઉમેદવાર તરીકે પ્રથમ હાલના સાંસદ રંજનબેન ભટ્ટ (VADODARA - RANJANBEN BHATT, MP) ને ટીકીટ આપી હતી. પરંતુ તે બાદ આંતરિક વિરોધ ફાટી નિકળતા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. ત્યાર બાદ તેમની જગ્યાએ ડો. હેમાંગ...
vadodara   mp રંજનબેન ભટ્ટે કહ્યું   મતદારોનો અભિનંદન સાથે આભાર

VADODARA : વડોદરામાં ભાજપે લોકસભા ઉમેદવાર તરીકે પ્રથમ હાલના સાંસદ રંજનબેન ભટ્ટ (VADODARA - RANJANBEN BHATT, MP) ને ટીકીટ આપી હતી. પરંતુ તે બાદ આંતરિક વિરોધ ફાટી નિકળતા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. ત્યાર બાદ તેમની જગ્યાએ ડો. હેમાંગ જોશી (VADODARA LOK SABHA BJP CANDIDATE DR. HEMANG JOSHI) ની પસંદગી કરવામાં આવી હતી. આજે વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે હાલના સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે, "મતદારોનો અભિનંદન સાથે આભાર"

Advertisement

10 વર્ષ સેવા કરવાની તક આપી

ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટ મીડિયાને જણાવે છે કે, વડોદરા લોકસભાના મતદારો વડાપ્રધાન મોદીને પ્રેમ કરવાવાળા છે. તેઓ ડો. હેમાંગ જોશીને સારીએવી લીડથી જીતાડવાના છે. દેશ ઇચ્છે કે મોદીજી ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે નેતૃત્વ કરે, તેમાં વડોદરાનું કમળ સારી લીડથી જાય, આ ભાવ વડોદરાના કાર્યકરો અને મતદારોનો રહ્યો છે. પહેલા જ રાઉન્ડથી તેઓ આગળ ચાલી રહ્યા છે. ભાજપ અને વડાપ્રધાન મોદીએ મને 10 વર્ષ સેવા કરવાની તક આપી હતી. મેં 10 વર્ષ ગર્વથી કહી શકું, વડોદરા, સાવલી અને વાઘોડિયાના લોકો સુધી પહોંચી, તેમની સમસ્યાનું નિરાકરણ અને તેમને મદદ કરવાનું કામ મેં કર્યું છે.

જંગી લીડથી જીતીને દિલ્હીમં જાય તેવી મહેનત

વધુમાં તેમણે જણાવ્યું કે, વાઘોડિયા વિધાનસભા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપીને તેઓ ભાજપના મેન્ડેટ પર લડી રહ્યા છે. ગામડાના મતદારો ભાજપને મત આપતા રહ્યા છે. કેતન ઇમાનદારે નરેન્દ્ર મોદી અને કમળને મત મળે તેવું કામ કર્યું છે. હું વિશ્વાસ સાથે કહું છું કે, સાતેય વિધાનસભામાં કાર્યકર્તાઓ અને ધારાસભ્યોએ મહેનત કરી છે. સારૂ મતદાન થાય તેવા પ્રયાસો કર્યા છે. મેં સાંસદની ટીકીટ પાછી આપી હતી. તે બાદ હું ઘરમાં નથી બેસી રહી, મેં પણ ડો. હેમાંગ જોશીની સાથે રહીને વડોદરાનું કમળ જંગી લીડથી જીતીને દિલ્હીમં જાય તેવી મહેનત કરી છે. મેં નિષ્ઠા પૂર્વક મારી જવાબદારી નિભાવી છે.

Advertisement

કોંગ્રેસનું કોઇ પણ ખાતુ નહી ખુલે

વધુમાં તેમણે ઉમેર્યું કે, ડો. હેમાંગ જોશી, ભાજપ, અને મોદીજી માટે લીડથી જીતે તે દિશામાં કામ કર્યું છે. હું તમામ મતદારોને ખુબ અભિનંદન આપીને આભાર માનું છું. મતદારોએ વડાપ્રધાન મોદીને ત્રીજી વખત જીતાડવાનું નક્કી કર્યું છે. જે પરિણામોમાં જોઇ શકાય છે. હું પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકોની સેવા કરતી રહીશ. આપણે વડોદરાને આગળ વધારીએ. ગુજરાતમાં એક બેઠક જીતી ગયા છીએ. કોંગ્રેસનું કોઇ પણ ખાતુ નહી ખુલે.

આ પણ વાંચો -- VADODARA : ભાજપના ઝંડા અને ભારત માતા કી જય ના નારા સાથે વિજયને આવકારીશું

Advertisement

Tags :
Advertisement

.