VADODARA : BJP MLA ના પેટ્રોલપંપ પર બબાલ સંદર્ભે ધમકી આપનાર સામે ફરિયાદ
VADODARA : વડોદરા પાસે ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) (BJP MLA SHAILESH MEHTA SOTTA) ના પેટ્રોલ પંપ પર અગાઉ થયેલી બબાલના સંદર્ભે વિડીયો બનાવીને ધમકી આપનાર શખ્સો સામે બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેવા પર સૌ કોઇની નજર રહેશે.
ઇજા કરી 80 - 90 હજાર ઝુંટવીને નુકશાન પહોંચાડ્યું
બાપોદ પોલીસ મથકમાં રવિ ભરતભાઇ ત્રિવેદી (રહે. વાઘોડિયા રોડ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, સાથે જ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ના પર્સનલ પીએ છે. ધારાસભ્ય ન્યુ વીઆઇપી રોડ પર ફ્યુલ સ્ટેશન (પેટ્રોલ પંપ) ધરાવે છે. ગત ડિસેમ્બર - 2023 ના રોડ કિરપાલ ઉર્ફે ગુરૂમુખસિંગ જૂની (સીકલીગર), બલવીરસિંગ નેપાલસિંગ જુની (સીકલીગર) (બંને રહે. એકતાનગર પોલીસ ચોકી સામે, બાપોદ), ચંદન દયાશંકર રાજપુત (રહે. અંબિકા નગર, ખોડિયારનગર), સુનિલ રતિલાલ મારવાડી (રહે. મારૂતીનગર, રામદેવનગર), અને એક સગીર પેટ્રોલ પંપ પરના સુપરવાઇઝર તેમજ સ્ટાફ સાથે બોલાચાલી કરી હથિયારો વડે ઇજા કરી 80 - 90 હજાર ઝુંટવીને નુકશાન પહોંચાડ્યું હતું. જે સંબંધે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ આરોપીઓ જામીન પર મુક્ત છે.
અગાઉના ઝગડાની અદાવત રાખીને ધમકી આપતા
તાજેતરમાં બપોરના સમયે તેઓના મોબાઇલ પર સોશિયલ મીડિયામાંથી એક વિડીયો અપલોડ થયો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં અગાઉ ધારાસભ્ય શેલૈષભાઇ મહેતાના પેટ્રોલ પંપ પર ગાળા-ગાળી અમે મારામારી કરી રોકડ રૂપિયા ઝુંટવી લઇ જનાર પૈકી કિરપાલ ઉર્ફે ગુરૂમુખસિંગ જૂની (સીકલીગર), બલવીરસિંગ નેપાલસિંગ જુની (સીકલીગર) (બંને રહે. એકતાનગર પોલીસ ચોકી સામે, બાપોદ), સતમાનસિંગ નેપાળસિંગ જૂની (સીકલીગર) (રહે. એકતાનગર પોલીસ ચોકી સામે, આજવા રોજ) અને જોગનસિંગ સીકલીગર (રહે. અકોટા રેલવે સ્ટેશન કોલોની) અગાઉના ઝગડાની અદાવત રાખીને ધમકી આપતા બોલતા હોય તેવું જણાઇ આવ્યું હતું. બલવીંદરસિંગ સીકલીગર બોલી રહ્યો છે કે, મજા લે રહે હૈ, જલને વાલો કી જ્યાદા જલાતે હમ, ..... હમારે સાથ બુરા કરા. તેવી જ રીતે અલગ અલગ ઇસમો દ્વારા અલગ અલગ ગુનાહિત ધમકી આપવામાં આવી હતી.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
જેને લઇને બાપોદ પોલીસ મથકમાં કિરપાલ ઉર્ફે ગુરૂમુખસિંગ જૂની (સીકલીગર), બલવીરસિંગ નેપાલસિંગ જુની (સીકલીગર) (બંને રહે. એકતાનગર પોલીસ ચોકી સામે, બાપોદ), સતમાનસિંગ નેપાળસિંગ જૂની (સીકલીગર) (રહે. એકતાનગર પોલીસ ચોકી સામે, આજવા રોજ) અને જોગનસિંગ સીકલીગર (રહે. અકોટા રેલવે સ્ટેશન કોલોની) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : સપ્ટેમ્બરમાં “બરોડા પ્રિમીયર લીગ” રમાશે, IPL ની તક ખુલશે