VADODARA : મેજર ડેવલપમેન્ટને લઇ BJP MLA એ યોજી મહત્વની બેઠક
VADODARA : વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડિયા (BJP MLA KEYUR ROKADIA) કોર્પોરેટર હોવાની સાથે હાલ વડોદરાના સયાજીગંજ વિધાનસભાના બેઠક પરથી ધારાસભ્ય પણ છે. તેમણે આજે રજાના દિવસે પાલિકાના મહત્વના પદાધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં તેમના વિસ્તારના લગતા ત્રણમેજર ડેવલપમેન્ટ સંબંધિત પ્રશ્નો મુક્યા હતા. જેના પર આવનાર સમયમાં કામ થશે તેવો વિશ્વાસ તેમણે જતાવ્યો છે.
બેઠક બોલાવી
ધારાસભ્ય કેયુર રોકડિયા જણાવે છે કે, આજે સયાજીગંજ વિધાનસભાના ત્રણ મેજર ડેવલપમેન્ટ માટે પાલિકાના મેયર. કમિશનર, ચેરમેન અને ડે. મેયર, ની એક બેઠક બોલાવી હતી. તેમાં છાણી કેનાલથી લઇને નવાયાર્ડ સુધી જે કેનાલ જાય છે, તેને સમાંતર બાગ બનાવવું, તથા સુવિધાઓ કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે. બીજુ 18 મીટરનો રોડ, કરોડિયા થઇને ઉંડેરા બે તરફનો બ્રિજ બને, લોકોએ જે 45 મીનીટ ફાટક પર ઉભુ રહેવું પડે છે, તેનાથી છુટકારો મળે અને તે રોડ આગળ જતા છાણી રોડને મળે. તેવો એક બ્રિજ રેલવે બનાવવા જઇ રહી છે. તો તેમાં પાલિકા દ્વારા અંડરપાસ બનાવવા પડે તેમ છે. આ મુદ્દાઓને ચર્ચામાં આવરી લેવામાં આવ્યા છે.
મુશ્કેલીમાંથી છુટકારો મળશે
વધુમાં તેમણે જણાવ્યું કે, ત્રીજું ગોત્રી રોડ ઇસ્કોન હાઇટ્સ જે ઝૂંપડા તોડાવ્યા હતા. તે ભાગ આજે ખુલ્લો થયો છે. ત્યાં ગોત્રીનું શાક માર્કેટ શીફ્ટ થાય, ચાર રસ્તા પર શાક માર્કેટના કારણે સર્જાતી સ્થિતીને લઇને તેનું શીફ્ટીંગ અને બાકીની જગ્ચા પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ તે વિષય લઇને બેઠક મળી હતી. સાથે જ રોડ રસ્તા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. ગોત્રી ચાર રસ્તા પરનું શાક માર્કેટ મોટો પ્રશ્ન છે. મારા મેયરકાળ દરમિયાન પ્લોટ પરના ઝૂંપડા તોડાવ્યા હતા. હવે ત્યાં શાક માર્કેટ બની રહ્યું છે. તેને શિફ્ટ કરવામાં આવશે, જેથી લોકોને મુશ્કેલીમાંથી છુટકારો મળશે. તેમ થવામાં એકાદ વર્ષનો સમય લાગશે.
થોડીક મહોલત આપવામાં આવે
વધુમાં તેમણે ઉમેર્યું કે, બેઠકમાં ગ્રેન મર્ચન્ટ એસો, અને કોચિંગ ક્લાસ એસો.ના લોકો અહિંયા આવ્યા છે. પાલિકા દ્વારા સીલીંગની કામગીરી ચાલી રહી છે. તેઓની વિનંતી છે કે, થોડીક મહોલત આપવામાં આવે. કોઇ મધ્યમાર્ગ કાઢવામાં આવે. તાત્કાલિક ધોરણે સીલ કરવામાં ન આવે તેમ જણાવી રહ્યા છે. તેને મ્યુનિસિપર કમિશનર પોઝીટીવ જવાબ આપી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : રથયાત્રાની તૈયારીઓ શરૂ, પોલીસ કમિશનર પહોંચ્યા મંદિર