Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપમાં ભાંજગડ, કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવ

VADODARA : વડોદરા (VADODARA) ભાજપમાં અંદરખાને ચાલતી હુંસાતુંસી વધુ એક વખત સપાટી પર આવવા પામી છે. તાજેતરમાં શહેર ભાજપ સંકલનની બેઠક મળી હતી. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કામો રોકવામાં આવતા હોવાના આરોપ કોર્પોરેટરોએ ભાજપ શહેર પ્રમુખ સમક્ષ...
vadodara   ભાજપમાં ભાંજગડ  કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવ

VADODARA : વડોદરા (VADODARA) ભાજપમાં અંદરખાને ચાલતી હુંસાતુંસી વધુ એક વખત સપાટી પર આવવા પામી છે. તાજેતરમાં શહેર ભાજપ સંકલનની બેઠક મળી હતી. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કામો રોકવામાં આવતા હોવાના આરોપ કોર્પોરેટરોએ ભાજપ શહેર પ્રમુખ સમક્ષ વર્ણવ્યા છે. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું માનવું છે કે, એક વોર્ડમાં ચાર કોર્પોરેટરો પણ સાથે રહી શકતા નથી. આમ, શાસકપક્ષના હોદ્દેદારો અને કોર્પોરેટરો વચ્ચેની ખેંચતાણ ખુલીને સામે આવી છે. સંભવત: આ બધી વાતોના કારણે જ વડોદરા અન્ય શહેરોની સરખામણીએ પાછળ રહી ગયું હોય તેવો લોકમત છે.

Advertisement

ભાજપ પ્રમુખને નિષ્ફળતા મળી

વડોદરામાં લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદથી ભાજપની ભાંડજડ સમયાંતરે સામે આવતી રહી છે. ક્યારેક સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામસામે આવતા હતા. તો ક્યારેક કોર્પોરેટર અને અન્ય હોદ્દેદારો સામસામે આવ્યા હતા. આ સિલસિલો અટકાવવામાં શહેર ભાજપ પ્રમુખને નિષ્ફળતા મળી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં શહેર ભાજપ સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અધિકારીઓ સાંભળતા નથી

જેમાં શહેરના અલગ અલગ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા પાલિકાના મેયર પિન્કીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીની ઓફિસમાંથી વિસ્તારના વિકાસના કાર્યો અટકાવવામાં આવતા હોવાનો સનસનીખેજ આરોપ મુક્યો હતો. સાથે જ જણાવ્યું કે, અમારા કામો થતાં નથી, અધિકારીઓ સાંભળતા નથી. જો કે. અધિકારીઓ નહી સાંભળતા હોવાનુો કોર્પોરેટરો અગાઉ પણ મીડિયા સમક્ષ કહી ચુક્યા છે.

Advertisement

અહીં બેઠેલા કોઇ કાયમી નથી

દુખી કોર્પોરેટરોને સાંભળીને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે બેઠકમાં જણાવ્યું કે, બધામાં સંકલનનો અભાવ છે, એક વોર્ડમાં 4 કોર્પોરેટર પણ સાથે રહી શકતા નથી. અહીં બેઠેલા કોઇ કાયમી નથી, તમને અઢી કે પાંચ વર્ષ માટે જવાબદારી મળે છે. જો કે, આ બેઠકમાં કોર્પોરેટરોની સમસ્યા કોઇ નક્કર હલ સુધી પહોંચી નથી. હવે આવનાર સમયમાં શુું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- શું ભાજપના બે નેતા પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સંપર્કમાં? ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા આવી સામે!

Advertisement

Tags :
Advertisement

.