Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : અમિતનગર બ્રિજ પાસે હજારો લિટર પાણીનો વેડફાટ

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમિત નગર બ્રિજ પાસે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવતા હજારો લિટર પાણી વેડફાયું હોવાની ઘટના સામે આવી છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની બુમો ઉઠવા પામી છે. ત્યારે પાલિકાના...
12:59 PM Jun 13, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમિત નગર બ્રિજ પાસે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવતા હજારો લિટર પાણી વેડફાયું હોવાની ઘટના સામે આવી છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની બુમો ઉઠવા પામી છે. ત્યારે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ સામાજીક કાર્યકર દ્વારા આ મામલો મીડિયા સમક્ષ રોષ ઠાલવવામાં આવ્યો છે.

લોકોમાં રોષની લાગણી

વડોદરા પાસે પાણીના પર્યાપ્ત સ્ત્રોત આવેલા છે. છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની બુમો ઉઠતી હોય છે. પાલિકા તંત્ર પાણીના મેનેજમેન્ટમાં સદંતર ઉણુ ઉતર્યુ હોવાની વાત હવે શહેરવાસીઓથી છુપી નથી. ત્યારે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીભર્યુ વલણ અપનાવવાનું જારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ગત મોડી રાત્રે શહેરના અમિત નગર બ્રિજ પાસે ખોદકામ દરમિયાન હજારો લિટર વેડફાયું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને વગર વરસાદે લોકોએ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. તો બીજી તરફ પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

જવાબદાર કોણ ?

સામાજીક કાર્યકર કમલેશ પરમાર જણાવે છે કે, અમિત નગર બ્રિજ પાસે પાણી પુરવઠાની કામગીરી ચાલી રહી હતી. જે લિકેજ બંધ કરવામાં આવ્યું હતું, તેમાંથી હજારો ગેલન પાણી વેડફાઇ રહ્યું છે. વડોદરા શહેરમાં પાણી પુરવઠા દ્વારા આડેધડ ખોદકામ કરવાના કારણે પાણી લિકેજની ઘટનાઓ સામે આવતી રહે છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સ્થળ પર જોવા મળતા નથી. કામ કરતા લોકો સેફ્ટી વગર કરી રહ્યા છે, કોઇ દુર્ધટના ઘટે તો જવાબદાર કોણ ? આવા કોન્ટ્રાક્ટરો સામે કડક હાથે કાર્યવાહી થવી જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : ખનીજ માફીયાઓને છુટ્ટાદોર જેવી સ્થિતી

Tags :
amitnagarAngryareamismanagementoverPeopleVadodaraWastewater
Next Article