VADODARA : હવેલીના મુખિયાજીનો લાપતા પુત્ર 954 કિમી દુરથી મળ્યો
VADODARA : વડોદરાની અલકાપુરી હવેલીના મુખિયાજીનો લાપતા પુત્ર જય જોશી સાજો સામે વૃંદાવન આશ્રમથી મળી આવ્યો છે. વડોદરા ઝોન એલસીબી - 2 ના જવાનોને સફળતા મળી છે. હાલ પુત્રને પરત લાવવા માટે વડોદરા પોલીસ અને પરિજનો રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગતરોજ મુખિયાજીએ પિતા તરીકેનો આક્રંદ મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો. વડોદરાથી વૃંદાવન સુધીનું અંતર અંદાજીત 954 કિમી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગતરોજ પિતાનો સબરનો બંધ તુટ્યો હતો
વડોદરાની અલકાપુરી વિસ્તારમાં આવેલી હવેલીના મુખિયાજી જગદીશ જોશીનો પુત્ર અચાનક લાપતા થતા અકોટા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પણ અનેક દિવસો વિતી જતા ગતરોજ પિતાનો સબરનો બંધ તુટ્યો હતો. અને તેમણે મીડિયા સમક્ષ હાથ જોડીને ઠાકોરજીનો વિનંતી કરી હતી. અને પુત્રને પરત લાવવા માટે આંસુ સારતા હાથ જોડીને પ્રાર્થના કરી હતી.
પ્રયાસોનું સુખદ ફળ સામે આવ્યું
આ ઘટનાને હજી 24 કલાક નથી વિત્યા ત્યાં તો હવેલીના મુખિયાજીનો પુત્ર જય જોશીને વૃંદાવન આશ્રમમાંથી શોધી કાઢવામાં આવ્યો છે. વડોદરા ઝોન એસલીબીની ટીમ દ્વારા અકોટા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો ગુનો ઉકેલી કાઢવામાં આવ્યો છે. જેને લઇને પરિજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ વડોદરા પોલીસ દ્વારા અપહ્યતને શોધી કાઢવા માટે કરવામાં આવેલા પ્રયાસોનું સુખદ ફળ સામે આવ્યું છે. પોલીસની કામગીરીને લઇને સ્થાનિકો અને જય જોશીના પરિજનોમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે.
અપહ્યતને પરત લાવવા માટે રવાના
ગતરોજ મુખિયાજી જગદીશભાઇ જોશી, તેમના પત્ની અને તેમની પુત્રી દ્વારા મીડિયા સમક્ષ લાગણીસભર અપીલ કરવામાં આવી હતી. જે બાદ આજે વડોદરા પોલીસ દ્વારા લાપતા જય જોશીને શોધી કાઢવામાં આવ્યો છે. આજે પરિજનો અને પોલીસ જવાનો અપહ્યતને પરત લાવવા માટે રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ-શો યોજાશે