Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પતિના માથે જુગાર "સવાર" થતા પત્નીએ મદદ લેવી પડી

VADODARA : વડોદરા (VADODARA) પાસે પરિવાર સાથે રહેતા શખ્સના માથે સતત જુગાર (GAMBLING) સવાર રહેતા પત્નીએ મહિલા હેલ્પ લાઇન અભયમ (FEMALE HELPLINE - ABHAYAM 181) માં ફોન કરીને મદદ માંગી હતી. અભયમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાની સ્થિતી જાણી...
12:39 PM May 06, 2024 IST | PARTH PANDYA
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) પાસે પરિવાર સાથે રહેતા શખ્સના માથે સતત જુગાર (GAMBLING) સવાર રહેતા પત્નીએ મહિલા હેલ્પ લાઇન અભયમ (FEMALE HELPLINE - ABHAYAM 181) માં ફોન કરીને મદદ માંગી હતી. અભયમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાની સ્થિતી જાણી હતી. અને તે બાદમાં તેમના પતિનું અસરકારક કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. અંતે મામલે સમાધાન થઇ જતા પરિવારની સમસ્યા દુર થઇ હતી.

તમામ પૈસા જુગારમાં પૂરા કરે

અભયમ સુત્રોએ જણાવ્યું કે, બીલ ગામ વિસ્તારમાંથી પતિ જુગાર રમવા જીદે ચઢ્યો હોવાની વાત જણાવીને મહિલા હેલ્પ લાઇન અભયમ જોડે મદદ માંગવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને મહિલાની પરિસ્થીતી જાણવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ટીમે જાણ્યું કે, મહિલાના લગ્ન જીવનને 25 વર્ષ પૂર્ણ થયા છે. તેમાં તેમને બે સંતાનો છે. મહિલાના પતિ કંપનીમાં નોકરી કરે છે. તેને જુગાર રમવાની લત હોવાથી તે તમામ પૈસા જુગારમાં પૂરા કરે છે. ઘરમાં કંઇ રાશન-પાણી ભરી આપતો નથી. આ બાબતે તેને સમજાવવા જતા તે ઘરમાં ઝઘડા કરે છે. અને બેફામ અપશબ્દો બોલે છે. અભયમની ટીમે મહિલાની સમસ્યા જાણ્યા બાદ તેમના પતિનું અસરકારક કાઉન્સિલીંગ કર્યું હતું.

લત છોડી દેવામાં ભલાઇ

અભયમની ટીમે મહિલાના પતિને જણાવ્યું કે, જુગાર રમવું ગુનો છે. જુગારમાં તમારી જીંદગી વેડફાઇ જશે. સાથે જ તમારા બે બાળકોનું ભવિષ્ય બગડશે. જેથી આ લત છોડી દેવામાં જ તમારી ભલાઇ છે. જુગાર રમવા સિવાય નોકરી-ધંધામાં ધ્યાન આપો તો સારૂ કમાઇ શકો છો. અને તમારૂ ઘર ચલાવી શકો છો. સાથે જ તેમને કાયદાકીય સમજ પણ આપવામાં આવી હતી. જેથી મહિલાના પતિએ પોતાની ભૂલ સ્વિકારીને એક ચાન્સની માંગણી કરી હતી. મહિલા તેના પતિને એક ચાન્સ આપવા માંગતી હોવાથી બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું. આમ મહિલા હેલ્પ લાઇન અભયમની ટીમે પરિવારને કટોકટીભર્યા સમયમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો -- VADODARA : નજર સામે અડધા કરોડનો માલ-સામાન ફૂંકાઇ ગયો

Tags :
AbhayamfamilygamblingHelpLineininvolvedLifeofsaveVadodara
Next Article