Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ધો. 10 નો વિદ્યાર્થી ભણવા સિવાય બધા જ તમાશા કરતો

VADODARA : વડોદરાના અકોટા વિસ્તારમાં ધો. 10 માં ભણતો વિદ્યાર્થી ઘરમાં ભણવા સિવાય બધા જ તમાશા કરતો હતો. જે વસ્તુ જોઇએ તે ન મળે તો ગાળાગાળી પણ કરતો. આખરે માતાએ પરિસ્થીતીનો ઉકેલ લાવવા માટે મહિલા હેલ્પ લાઇન પર અભયમની (ABHAYAM...
vadodara   ધો  10 નો વિદ્યાર્થી ભણવા સિવાય બધા જ તમાશા કરતો

VADODARA : વડોદરાના અકોટા વિસ્તારમાં ધો. 10 માં ભણતો વિદ્યાર્થી ઘરમાં ભણવા સિવાય બધા જ તમાશા કરતો હતો. જે વસ્તુ જોઇએ તે ન મળે તો ગાળાગાળી પણ કરતો. આખરે માતાએ પરિસ્થીતીનો ઉકેલ લાવવા માટે મહિલા હેલ્પ લાઇન પર અભયમની (ABHAYAM 181) ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે વિદ્યાર્થીનું અસરકારક કાઉન્સિલીંગ કરીને તેને ભુલનું ભાન કરાવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીએ આવી ભુલ ફરી નહિ કરે તેમ કહી માફી માંગી હતી.

Advertisement

ભણવાની જગ્યાએ મોબાઇલ ગેમમાં વધુ ધ્યાન આપે

શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલાએ અભયમ 181 પર ફોન કરીને મદદ માંગી હતી. જે બાદ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અભયમની ટીમે સ્થિતી જાણવાનો પ્રયત્ન કરતા વાત સામે આવી કે, પરિવારનો દિકરો 15 વર્ષનો છે અને તે ધો. 10 માં અભ્યાસ કરે છે. તે ભણવાની જગ્યાએ મોબાઇલ ગેમમાં વધુ ધ્યાન આપે છે. જેને કારણે તેનું મગજ બગડી ગયું છે.

તો મોટે મોટેથી ગાળો બોલવાનું શરૂ કરી દે

દિકરો ક્યાકેક બોડી બનાવવા માટે ડમ્બેલ્સની માંગણી કરે છે. તેને રોકીને ભણવા તરફ વાળવા જતા તે તોડફોડ કરે છે. કહે છે કે, માંગુ તે વસ્તુ 10 મીનીટમાં જોઇએ. મહિલા પતિથી ત્રણ વર્ષથી અલગ રહે છે. એકલા હાથે નોકરી કરીને બાળકનો ઉછેર કરે છે. છતાં બાળક કહે છે કે, તુ મારા માટે કંઇ કરતી નથી. અડધી રાત સુધી તે ગેમો રમ્યા કરે છે. અને રાત્રે કોઇ વસ્તુ માંગે અને તે ન મળે તો મોટે મોટેથી ગાળો બોલવાનું શરૂ કરી દે છે. રોજ તે અલગ અલગ પ્રકારની માંગ રજુ કરે છે. માતાને ડર સતાવે છે કે, દિકરો આખો દિવસ ફોનમાં ગેમ રમીને ગાંડો ન થઇ જાય.

Advertisement

પરિજનોની માફી માંગી

અભયમની ટીમ પરિસ્થિતી જાણ્યા બાદ કાઉન્સિલીંગ શરૂ કરે છે. તે બાળકને સમજાવે છે કે, આખો દિવસ ગેમ રમવાની જગ્યાએ ભણવા પર ધ્યાન આપો. કોઇ વસ્તુની જીદ કરવી નહિ. બોડી બનાવવાની આ કોઇ ઉંમર નથી. પહેલા ભણવામાં ધ્યાન આપો. જીવનમાં કંઇ બનો પછી બોડી બનાવજે. કોઇ પણ પ્રકારની જીદ કર્યા વગર ભણવામાં ધ્યાન આપો. જે બાદ તેના પોતાની ભુલ સમજાતા તેણે પરિજનોની માફી માંગી હતી. આમ, અભયમની ટીમે અસરકારક સાઉન્સિલીંગ કરી માતાની સમસ્યા પળભરમાં દુર કરી દીધી હતી.

આ પણ વાંચો -- VADODARA : ગરમી વધતા શાળાનો સમય બદલાયો

Advertisement

Tags :
Advertisement

.