Single Screen Cinemas: જેમાં ફિલ્મ જોવાનો રોમાંસ જ અનોખો હતો
Single Screen Cinemas નો જમાનો ખાસ તો 60 અને 70 ના દાયકામાં, હિન્દી સંગીતમય ફિલ્મોનો જાદુભર્યો હતો. હિન્દી સિનેમાપ્રેમીઓને ઘેલું લગાડતો હતો....
એમાંય ગ્રામોફોનની દુનિયાને પાછળ છોડીને, કેસેટ પ્લેયર્સ આવવા માંડ્યા હતા. કેસેટ પ્લેયર એટલાં તો લોકપ્રિય હતાં કે ન પૂછો વાત.
બસોમાં,કારોમાં. હોટલોમાં કેસેટપલેયર હિન્દી ફિલ્મી ગીતો વાગતાં જ હોય.ખેડૂત ખેતરમાં કામ કરતો હોય તો ય ખભે લટકેલું પૉર્ટેબલ કેસેટ પ્લેયર હોય જ.લોકો માટે કેસેટ પણ મળી રહેતી અને એ ય પોસાય એવા ભાવે. આ સંગીત પ્રેમઓ મોટાભાગે ફિલ્મો જોઇ જ નાખતા. ગામડેથી ટ્રેક્ટર ભરી લોકો પાસેના તાલુકા મથકે જઇ ફિલ્મ જોઈ આવતા.
ફિલ્મ જોવાનો એ રોમાંચ હવે લાખોના ખર્ચે વસાવેલ હોમ થિયેટરમાં નથી
સિંગલ થિયેટરોનો જમાનો હતો. નાના શહેરની પતરાંના છાપરવાળી બાંકડાવાળાં થિયેટર હજી ય લોકોને યાદ હશે. ફિલ્મ જોવાનો એ રોમાંચ હવે લાખોના ખર્ચે વસાવેલ હોમ થિયેટરમાં નથી.ખુરશીમાં માંકડ હોય,બાજુવાળો ફાઇટિંગ સિનમાં ઉછળકુદ કરતો હોય.. ગીત વખતે કે કોઈ સારા ડાયલોગ વખતે સિટીઓ વાગતી હોય,પૈસા ઊછળતા હોય એની ય મજા રહેતી.
અમદાવાદની અશોક ટોકીઝ,ઇંગ્લિશ સિનેમા,ઉષા ટોકીઝ જેવાં થિયેટરોમાં બહાર ગલ્લાઓ પર હીરો હિરોઈનોના ફોટા,અલગ અલગ ફિલ્મોની ગીતોની કાચાપૂંઠાની(અત્યારે તો એ ફૂવડ લાગે)ચોપડીઑ મળે એ સીને પ્રેમીઓ ખરીદે અને વાંચે તો ખરા પણ જીવની જેમ સાચવી પણ રાખે. તૈણ રૂપિયામાં ખરીદેલા ફોટા અને ચોપડીઑ ગામમાં લાવી પાંચ રૂપિયામાં વેચી બે રૂપિયા ટિકિટનો ખર્ચો કેટલાક વસૂલ પણ કરતા. સિનેમાપ્રેમીઓ માટે આ ચોપડી એક અનોખી વસ્તુ હતી જૂની હિન્દી ફિલ્મોની આ પુસ્તિકા એક દુર્લભ સંગ્રહ જેવી હતી જે ખૂબ જ રસ સાથે સાચવવામાં આવી હતી….
તે સમયે ફીમ જોવાનો ક્રેઝ કેટલો હતો તેનો અંદાજ તમને એ વાત પરથી મળી શકે છે કે દેવાનંદ. રાજેશખન્ના,રાજેન્દ્રકુમારની ફિલ્મોની ટિકિટના બ્લેક થતા. પોસાય એ લોકો બ્લેકમાં પણ ફિલ્મ જોતાં જેને ન પોસાય તે આ ફિલ્મી ઓપેરા જેવી ચોપડીઑ ખરીદી સંતોષ માણતા.
ફિલ્મની સિવર જ્યુબિલી કે ગોલ્ડન જ્યુબી તો હવે ભૂતકાળ
Single Screen Cinemas થિયેટરમાં સિલ્વર જ્યુબિલી કે ગોલ્ડન જ્યુબિલી તો આજની પેઢી માને ય નહીં કે એક થિયેટરમાં એક એક ફિલ્મ વરસ વરસ સુધી ચાલતી.
પ્રોજેક્ટર, રીલ અને સિંગલ સ્ક્રીન થિયેટર,ટિકિટબારીની ભીડની જેમ ગીતોની એ જ 'ચોપડી' પણ ભૂતકાળ બની ગઈ છે.
કોઇની પાસે આવી કોઈ જૂની ચોપડી જુઓ તો આદરપૂર્વક વાંચજો. ફિલ્મ જોવાની ખરી મજા એ હતી.થિયેટરમાં ફિલ્મ જોયા પછી દિવસો સુધી એનો નશો રહેતો.
મલ્ટીપલેકસ થિયેટરોએ,ટીવીએ,OTTએ અને લગભગ દરેકના હાથમાં રહેલા મોબાઈલોએ ફિલમ જોવાનો આપણો રોમાંચ છીનવી લીધો છે.
આ પણ વાંચો- Shailebdra- ‘અય મેરે દિલ કહી ઔર ચલ.’ ચોપાટીની રેત પર ગીત લખાયું