Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : 10 મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગ કર્મીઓ કરશે

VADODARA : વડોદરા જિલ્લામાં લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં વિધાનસભા દીઠ એક એમ કુલ ૧૦...
12:26 PM Apr 13, 2024 IST | PARTH PANDYA
Representative Image

VADODARA : વડોદરા જિલ્લામાં લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭ મે,૨૦૨૪ના રોજ યોજાનાર છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં વિધાનસભા દીઠ એક એમ કુલ ૧૦ દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં દિવ્યાંગ મતદાન મથકોમાં દિવ્યાંગ અધિકારી દ્રારા વડોદરા શહેર જિલ્લાના ૧૦ મતદાન મથકોનું સંચાલન કરવામાં આવશે.

મતદાન મથકો ઊભા કરાશે

વડોદરા જિલ્લાના ગ્રામીણ દિવ્યાંગ મતદાન મથકોમાં સાવલી વિધાનસભા મત વિભાગમાં જાવલા પ્રાથમિક શાળા,વાઘોડિયામાં કમલપુરા પ્રાથમિક શાળા, ડભોઈમાં વેગા પ્રાથમિક શાળા,પાદરામાં શ્રમ મંદિર પ્રાથમિક શાળા, કરજણમાં અનસ્તું પ્રાથમિક શાળા સહિત કુલ ૧૦ દિવ્યાંગ મતદાન મથકો ઊભા કરાશે. વડોદરા જિલ્લાના શહેરી દિવ્યાંગ મતદાન મથકોમાં વડોદરા શહેરમાં હરણી કેન્દ્રીય વિદ્યાલય, સયાજીગંજમાં કસબા-૯ ,અકોટામાં સૈયદ વાસણા-૫, રાવપુરામાં કસબા-૦૩ સરદાર વિનય મંદિર, માંજલપુરમાં શ્રેયસ વિદ્યાલય સહિત કુલ ૧૦ મતદાન મથકોમાં દિવ્યાંગ મતદાન મથકો ઊભા કરાશે.

સરકારમાં ફરજ પરના દિવ્યાંગ કર્મયોગી કરશે સંચાલન

આ ચૂંટણી દરમ્યાન શહેર જિલ્લાની વિધાનસભા દીઠ એક સહિત કુલ ૧૦ દિવ્યાંગ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગ અધિકારી કર્મીઓ કરશે. કુદરતના અભિશાપને આશીર્વાદમાં પલટીને સરકારની વિવિધ સેવામાં જોડાયેલા અને સમાજનું અભિભાજ્ય અંગ એવા દિવ્યાંગજનોની સુષુપ્ત શક્તિઓનો લોકોને પરિચય મળે એવા ઉમદા આશયથી વડોદરા શહેર અને જિલ્લાના ૧૦ મતદાન મથકોનું તમામ સંચાલન સરકારમાં ફરજ પરના દિવ્યાંગ કર્મયોગી કરનાર છે.

મતદાર જાગૃતિ અભિયાન

લોકસભા ચૂંટણીમાં વડોદરા મહાનગર પાલિકાના વિવિધ વિધાનસભા મત વિભાગમાં વધુ મતદાન થાય તે હેતુંથી આજે શહેરના વિવિધ વિસ્તારો TIP અંતર્ગત શેરી નાટક,નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની પ્રત્યેક વિધાનસભા દીઠ ૨ નુક્કડ નાટક એમ સમગ્ર શહેર મતદાન જાગૃતિની થીમ પર કુલ ૧૦ નાટકો ભજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મતદાન માટે સંકલ્પબદ્ધ થયા હતા.

આ પણ વાંચો -- VADODARA : ડમ્પર ચાલકે અચાનક વળાંક લેતા પાછળથી કાર ઘૂસી ગઇ

Tags :
102024abledboothbyElectionmanagedpersonpoolingspeciallyVadodara
Next Article