Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttarayana-2024 : ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે? હવામાન વિભાગે કરી આ આગાહી!

સમગ્ર ગુજરાતમાં આજે હર્ષોલ્લા સાથે ઉત્તરાયણ તહેવારની (Uttarayana-2024) ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવા માટે લોકો વહેલી સવારથી ધાબા પર ચડી ગયા છે. ત્યારે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. આજે પવન પણ સારો રહેવાની માહિતી છે. આથી પતંગ...
uttarayana 2024   ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે  હવામાન વિભાગે કરી આ આગાહી

સમગ્ર ગુજરાતમાં આજે હર્ષોલ્લા સાથે ઉત્તરાયણ તહેવારની (Uttarayana-2024) ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવા માટે લોકો વહેલી સવારથી ધાબા પર ચડી ગયા છે. ત્યારે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. આજે પવન પણ સારો રહેવાની માહિતી છે. આથી પતંગ રસિયાઓ પતંગબાજીની ખૂબ મજા માણી શકશે. હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે આજે પવનની ગતિ સારી રહેશે.

Advertisement

પ્રતિ કલાક 8થી 12 કિમી પવન ફૂંકાઈ શકે

ઉત્તરાયણના દિવસે (Uttarayana-2024) પતંગબાજીની મજા પવનની ગતિ પર આધારિત હોય છે. જો ઉત્તરાયણના દિવસે પવન જ ન હોય તો પતંગબાજીની મજા પણ ફિક્કી થઈ જાય છે. પરંતુ, જો ઉત્તરાયણના દિવસ પવનની ગતિ સારી હોય તો પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની અને તહેવારની ઉજવણી કરવાની મજા પડી જાય છે. ત્યારે આજે હવાની ગતિ કેવી રહેશે તે અંગેની માહિતી હવામાન વિભાગે આવી છે. વિભાગના જણાવ્યા મુજબ, આજે પવનની ગતિ સારી રહેશે. સવારથી સાંજ સુધીમાં 8થી 12 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે છે. ત્યારે બપોરના સમયે પવનની ગતિમાં ઘટડો થવાની આગાહી છે.

Advertisement

આજે લોકો ઊંધિયું-જલેબીની મજા માણશે

બપોરના સમયે પવનની ગતિ 8થી 10 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી છે. ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિના (Makar Sankranti 2024) દિવસે દાન-દક્ષિણાનો પણ અનેરો મહિમા છે, જેથી લોકો વહેલી સવારે મંદિરોમાં દર્શન કરીને જરૂરિયાતમંદોને દાન કરતા હોય છે. ત્યારે ઉત્તરાયણના (Uttarayana-2024) દિવસે નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધોમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. ખાવાના શોખીન એવા ગુજરાતીઓ ઉત્તરાયણના દિવસે વિવિધ વ્યંજનોને પાછળ કેવી રીતે મૂકે. વહેલી સવારે જ મકાનોની અગાસી પર ઊંધિયું-જલેબી, બોર, ચિક્કી, તલસાંકળી જેવા વ્યજનોનો આનંદ પણ લોકો માણતા લોકો નજરે આવે છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ઉતરાયણ પર્વને લઇને આજે અમદાવાદના બજારોમાં જોવા મળી રોનક

Tags :
Advertisement

.