Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttarayan-2024 : 'Killer દોરી' એ બે દિવસમાં આટલા ગળા કાપ્યા! ઇમરજન્સી કેસોમાં ચોંકાવનારો વધારો

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની (Uttarayan-2024) હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણના તહેવારને લઈને લોકો મહિનાઓ પહેલાથી દોરી, પતંગ ખરીદવાની શરૂઆત કરી દેતા હોય છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે જ લોકો ધાબા પર ચઢીને પતંગ ચગાવતા જોવા મળે છે. આખા દિવસ...
uttarayan 2024    killer દોરી  એ બે દિવસમાં આટલા ગળા કાપ્યા  ઇમરજન્સી કેસોમાં ચોંકાવનારો વધારો

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની (Uttarayan-2024) હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણના તહેવારને લઈને લોકો મહિનાઓ પહેલાથી દોરી, પતંગ ખરીદવાની શરૂઆત કરી દેતા હોય છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે જ લોકો ધાબા પર ચઢીને પતંગ ચગાવતા જોવા મળે છે. આખા દિવસ દરમિયાન લોકો પતંગ ઉડાડવાની સાથે ઊંધીયું, જલેબી, ચિક્કી, શેરડીનો સ્વાદ પણ માણતા હોય છે. પરંતુ, આ આનંદ અને ઉમંગના તહેવારની સાથે કેટલીક અપ્રિય ઘટનાઓ પણ બનતી હોય છે, જેમાં ગળા કપાવા, ધાબા પરથી પડી જવા જેવી ઘટનાઓ સામેલ છે.

Advertisement

આ વર્ષે પણ ઉત્તરાયણના (Uttarayan-2024) બે દિવસ દરમિયાન ઇમરજન્સીના કેસમાં વધારો નોંધાયો છે. આંકડા પ્રમાણે, આ વર્ષે ઉત્તરાયણના દિવસે કુલ 4,476 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જે સામાન્ય દિવસ કરતા 24.05 ટકા વધારે છે. સામાન્ય દિવસોમાં ઇમરજન્સી કેસોની સંખ્યા 3608 જેટલી નોંધાય છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બે દિવસ દરમિયાન ગળા કપાવવાના કુલ 117 કેસ નોંધાયા છે.

સૌજન્ય- Google

Advertisement

આંકડા પ્રમાણે, ઉત્તરાયણના (Uttarayan-2024) એક દિવસ પછી એટલે કે 15મી જાન્યુઆરીની વાત કરીએ તો સવારે 9 વાગ્યા સુધી 978 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે ગત વર્ષે આ આંકડો 850 હતો. આમ આ વર્ષે 128 કેસોનો વધારો જોવા મળ્યો છે. બપોરે 12 વાગ્યા સુધી કુલ ઇમરજન્સી કેસ 1747 નોંધાયા હતા, જે ગત વર્ષે 1478 હતા. આમ આ વર્ષે 12 વાગ્યા સુધી 269 ઈમરજન્સી કેસ વધુ નોંધાયા છે.

કેસ                          તહેવારના દિવસે           સામાન્ય દિવસે           વધારો (% માં)
માર્ગ અકસ્માત               911                             424                          165.45
સામાન્ય અકસ્માત         922                             347                          114.69
શારીરિક હુમલા             344                             101                           240.15
પડી જવાની ઘટના        364                             186                              95.63
ગળા કપાવાની ઘટના    117                              10                          1077.85

Advertisement

માહિતી મુજબ, ઉત્તરાયણના દિવસે સાંજે 6 વાગ્યા સુધી કુલ 2953 જેટલા 108 ઇમરજન્સી કોલ આવ્યા હતા, જે ગત વર્ષે 2,910 હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 43 કોલ વધ્યા છે. છેલ્લા બે દિવસની વાત કરીએ તો કુલ 8 હજારથી વધુ કેસ મળ્યા છે. 1962 કરૂણા અભિયાનમાં પણ સાંજે 6 વાગ્યા સુધી 1327 ઇમરજન્સી કોલ્સ આવ્યા હતા. રાજકોટમાં પતંગની દોરીથી 367 પક્ષીઓને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - SMC Action : પાડોશી રાજ્યોમાંથી આવેલો 1.84 કરોડનો વિદેશી દારૂ જપ્ત

Tags :
Advertisement

.