Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી ,સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્કયુલેશનનાં કારણે ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ કમોસમી વરસાદને કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. ત્યારે સર્કયુલેશનનાં કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ...
09:14 AM Dec 04, 2023 IST | Hiren Dave

અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્કયુલેશનનાં કારણે ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ કમોસમી વરસાદને કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. ત્યારે સર્કયુલેશનનાં કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

 

કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. અરવલ્લી, ખેડામાં, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.

 

24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બાલાસિનોરમાં સવા ઈંચ, ગળતેશ્વરમાં પોણો ઈંચ અને લુણાવાડામાં પોણો ઈંચ, મોરવા-હડફમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. વિજયનગરમાં અડધો ઈંચ, ઠાસરામાં અડધો ઈંચ અને કડાણા, વિરપુર, ખાંભામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કપડવંજ, ખાનપુર, સંતરામપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કાલોલ, માંગરોળ, માલપુર, ખેડબ્રહ્મા, ફતેપુરા, સાંતેજ, સંજેલી, મેઘરજ, ઈડર, મહુધામાં કમોસમી વરસાદ વરસ્યો છે.

 

ઠંડીનો ચમકારો
રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે. નલિયામાં 16.4, રાજકોટમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 18.9, ભુજમાં 19.2 ડિગ્રી અને અમરેલીમાં 20.4, ગાંધીનગરમાં 20.6 ડિગ્રી તાપમાન જ્યારે વડોદરામાં 20.8, અમદાવાદામાં 21.4 ડિગ્રી જ્યારે ભાવનગરમાં 23.4, સુરતમાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

આ  પણ  વાંચો -નકલી કચેરી મામલે દાહોદ પોલીસનો ધમધમાટ શરૂ, આજે વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી

 

 

Tags :
#Gujarat rain #Monsoonahmedabad monsoonGujarat FirstGujarat MonsoonGujarat Rain 2023IMD
Next Article