ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Parshottam Rupala : રાજકોટમાં કેન્દ્રીય મંત્રીનો અનોખો અંદાજ, MLA કાંતિ અમૃતિયા, કાર્યકરોએ કર્યા ગરબા, જુઓ Video

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ ગુજરાતમાં (Gujarat) પ્રચારનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભાજપના (BJP) લોકસભા બેઠકના ઉમેદવારો પોત પોતાના વિસ્તારમાં જનતાને રિઝાવવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. બેઠકો, જનસભા, જાહેર રેલીઓનો ઘમઘમાટ પણ શરૂ થઈ ગયો છે....
12:07 PM Mar 15, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ ગુજરાતમાં (Gujarat) પ્રચારનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભાજપના (BJP) લોકસભા બેઠકના ઉમેદવારો પોત પોતાના વિસ્તારમાં જનતાને રિઝાવવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. બેઠકો, જનસભા, જાહેર રેલીઓનો ઘમઘમાટ પણ શરૂ થઈ ગયો છે. આ વચ્ચે રાજકોટ લોકસભા બેઠકથી બીજેપીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala) એક જાહેર કાર્યક્રમમાં અલગ અને અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે જાહેર મંચ પરથી 'જય શ્રી રામ'ની ધૂન બોલાવી હતી, જેના પર ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kanti Amritiya) સહિત પાર્ટી આગેવાનો, કાર્યકર્તાઓએ ગરબા કર્યા હતા.

લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ રાજકોટ લોકસભા બેઠકથી બીજેપીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને જનસંપર્ક કરી રહ્યા છે. દરમિયાન તેઓએ સાકેતધામ વાસી પરમ પૂજય સંત શ્રી નાથાબાપા ભગતની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત રામધૂન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન પુરષોત્તમ રૂપાલાનો અનોખો અને અલગ અંદાજ જોવા મળ્યો હતો.

સત્સંગ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ 'જય શ્રી રામ'ની ધૂન બોલાવી હતી. ત્યારે આ ધૂન પર ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kanti Amritiya) સાથે પાર્ટીના અન્ય આગેવાનો, કાર્યકર્તાઓ અને ત્યાં હાજર તમામ લોકોએ ગરબા કરી આનંદ માણ્યો હતો. જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ તેમનો પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ કરી દીધો છે. રાજકોટમાં વિવિધ સ્થળો પર બેઠક, જનસંપર્ક, જાહેરસભાઓમાં તેઓ હાજરી આપીને લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે. આજે પણ તેઓ ભક્તિનગર જીઆઈડીસી, સાણથલી, જસદણ, ભડલી સહિતનાં સ્થળો પર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

 

આ પણ વાંચો - Parasottam Rupala : મંત્રી પરશોત્તમ રૂપાલાને લાગી તલવાર, મ્યાનમાંથી કાઢતી વેળાએ થઈ ઇજા

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, અહીંથી કરશે પ્રચારના ‘શ્રી ગણેશ’

આ પણ વાંચો - Sabarkantha Lok Sabha : ક્યારેક કોંગ્રેસનો ગઢ અને હવે ભાજપનો ગઢ

Tags :
BJPCongressGujaarat FirstGujarati Newsjai shri ramLok Sabha ElectionsMLA Kanti AmritiyaParasottam Rupalapm narendra modiRajkot Lok Sabha seatUnion Minister Parasottam RupalaVasi Param Pujaya Sant Sri Nathabapa Bhagat