Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય ગૃહમંત્રીનો ગુજરાત પ્રવાસ, રૂ. 359 લાખના 45 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ, કહ્યું- 2024માં નરેન્દ્ર મોદીજી..!

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં અલગ-અલગ કાર્યક્રમો થકી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ...
કેન્દ્રીય ગૃહમંત્રીનો ગુજરાત પ્રવાસ  રૂ  359 લાખના 45 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ  કહ્યું  2024માં નરેન્દ્ર મોદીજી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં અલગ-અલગ કાર્યક્રમો થકી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમ જ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કલોલના પાનસરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલના પાનસરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જે હેઠળ વાવ અને તળાવનું રૂ. 3.50 કરોડના ખર્ચે નવીનીકરણ, રૂ. 358.95 લાખના ખર્ચે 45 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ સામેલ છે. દરમિયાન, કેન્દ્ર ગૃહમંત્રીએ કહ્યું કે, 5 વર્ષ પછી આ તળાવ સુંદર પિકનિકનું સ્થળ બનશે. તેમણે કહ્યું કે, આ તળાવ ગામની સાંસ્કૃતિક ગતિવિધિનું કેન્દ્ર બનવું જોઈએ. અમિત શાહે કહ્યું કે, પાનસર ગામમાં સૌથી પૌરાણિક જૈન દેરાસર આવેલું છે. દરમિયાન તેમણે અયોધ્યામાં બની રહેલા ઐતિહાસિક રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સાડા પાંચસો વર્ષ પછી રામલલા મંદિરમાં પ્રસ્થાપિત થશે. જે મંદિર તોડી પાડ્યું હતું તે ફરી નિર્માણ પામી રહ્યું છે. ગૃહમંત્રીએ ત્યાં હાજર લોકોને કહ્યું કે, અયોધ્યામાં યોજાતા આ ઉત્સાહમાં કલોલના લોકો પણ સામેલ થાય અને વર્ષ 2024માં નરેન્દ્ર મોદીજી (PM Narendra Modi) ફરી પ્રધાનમંત્રી બને તેવા આશીર્વાદ આપે.

Advertisement

અમદાવાદમાં PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત
આ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તથા તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થી પરિવાર રહ્યા હાજર હતા. અમિત શાહે કહ્યું કે, કોરોના કાળ દરમિયાન સમગ્ર વિશ્વ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારતે પીએમએ સેલ્ફ લાવી લોકડાઉન કરી ભારતને મહામારીથી બચાવ્યો. આખા વિશ્વને ભારતે કોરોનાની વેકસિન આપી. જ્યારે કેન્દ્ર સરકારે પણ દરેક માણસને તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં નાનામાં નાના લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. અનેક જનકલ્યાણ યોજના બનાવી લોકોને તેનો લાભ મળ્યો છે. સીએમએ કહ્યું કે, વર્ષ 2014થી સમગ્ર દેશમાં વિકાસની પરંપરા શરૂ થઈ છે. કોરોના કાળ દરમિયાન ફ્રી વેક્સિન અને અનાજ આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે, નાના ધિરાણ માટે પીએમ સ્વાનિધી યોજના ઉત્તમ સાબિત થઈ છે. વડાપ્રધાન મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે.

ગૃહમંત્રીની કાર્યક્રમ 
જણાવી દઈએ કે, ગાંધીનગરમાં કલોલ ખાતે ગૃહમંત્રીએ વિશાળ એકતા સંમેલન અને SPG ગ્રુપ દ્વારા નવનિર્મિત સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમ બાદ અમિત શાહ સાબરતમી જશે અને અહીં તેઓ ગાંધીનગર જન્મ મહોત્સવ દ્વારા આયોજિત સાંસદ રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સાંજે 7 વાગે અમદાવાદના નવરંગપુરામાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા આજે સવારે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગર ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલ સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.