કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
અહેવાલ _કૌશિક છાયા.ક્ચ્છ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ ભુજ ખાતે પહોંચ્યા હતા. કચ્છમાં તેઓ વિવિધ વિકાસકાર્યો અને ભૂમિપુજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને તેની સાથે જ તેઓ બીએસએફના જવાનોની પણ મુલાકાત કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક દિવસ ગુજરાતની મુલાકાત દરમિયાન સવારે ગાંધીધામ ખાતે IFFCOના નેનો DAP (લિકવિડ) પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે. ભુજના સર્કિટ હાઉસ પર કચ્છના આગેવાનોએ સ્વાગત કર્યું. પ્લાન્ટના ભૂમિ પૂજન બાદ કોટેશ્વર ખાતે બીએસએફના જવાનો સાથે અમિત શાહ મુલાકાત કરશે અને મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે સવારે ભુજના સર્કિટ હાઉસથી એરફોર્સ વિમાની મથકે જશે જ્યાંથી કંડલા જશે. કોટેશ્વર અને ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી અને બપોરે બે કલાકે કોટેશ્વર બીએસએફ ખાતે મુરીંગ પ્લેસનું ભૂમિ પૂજન કરશે. તત્યારે બાદ તેમજ વિવિધ યોજનાઓનું ઇલોકાર્પણ કરશે બપોરે ત્રણ કલાકે હરામીનાળાની મુલાકાત કરશે અને સાંજે 6:00 કલાકે ભુજ ખાતે પાલારા જેલમાં કેદીઓ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે
આ પણ વાંચો-ગોંડલના વેકરી ગામે પાણી ભરેલી કુંડીમાં પડી જતા એકવર્ષના બાળકનું મોત