Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર NFSU માં ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપી હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે ગાંધીનગર NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું (International Conference) આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi), મંત્રી ઋષિકેશ પટેલ...
amit shah   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર nfsu માં ત્રિ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપી હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે ગાંધીનગર NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું (International Conference) આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi), મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાના છે.

Advertisement

ગાંધીનગરમાં આજથી NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi), કાયદા અને સંસદીય બાબતના મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) સહિતના નેતાઓ, NHRC ના અધ્યક્ષ અરૂણ કુમાર મિશ્રા, અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડિજિટલ, બિહેવિયરલ ફોરેન્સિક્સ વિષય પર કોન્ફરન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિત શાહે કહ્યું કે, PM મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળ્યા છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે, આજના પ્રમુખ મુદ્દાઓમાં બે મુદ્દાઓ કોન્ફરન્સના છે જે સમય પર ન્યાય અને કન્વિક્શન રેટ વધારવું છે. તેમણે કહ્યું કે, ભારતમાં પ્રથમવાર બે-ત્રણ જગ્યાઓ પર એક્સપરિમેન્ટ કર્યું. હવે ક્રાઈમ સિન પર એક ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ ફરજિયાત મુલાકાત લેશે.

Advertisement

આ કોન્ફરન્સમાં ઉપસ્થિત કાયદા અને સંસદીય બાબતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરદાર પટેલ પછી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા અને તેમણે સરદાર પટેલ પછી જે કસર છૂટી તે પૂરી કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) કહ્યું કે, ટેક્નોલોજીની સાથે દરેક ક્ષેત્રમાં ફેરફાર આવી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાંથી પ સાઇબર ક્રાઇમને અંજામ આપવામાં આવી રહ્યો છે. ક્રિમિનલની સાયકોલોજીની સ્ટડી થવી જોઈએ. ગુનેગારોને નાથવાનું કામ અને ડિટેક્શન સુધીના કામ પર ચર્ચા થવી જોઈએ. જણાવી દઈએ કે, અમિત શાહ (Amit Shah) બપોરે 3 કલાકે સોનગઢ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રાતે 9 કલાકે રાણીપ ખાતે યોજાનારા રામજી મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ રાતે 12 વાગે તેઓ દિલ્હી જવા રવાના થશે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ માં 5 દિવસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, SC માં PIL માં કરાઈ આ રજૂઆત!

Tags :
Advertisement

.