Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Traffic Police Drive: અમદાવાદ પોલીસે અકસ્માતને ટાળવા 10 દિવસની ડ્રાઈવ કરી શરુ

Traffic Police Drive: છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરેક જિલ્લાઓમાં ગમખ્વાર અકસ્માતના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાનૂન હેઠળ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે Ahmedabad શહેરની અંદર Police એ એક નવતર પહેલ શરુ કરી છે....
traffic police drive  અમદાવાદ પોલીસે અકસ્માતને ટાળવા 10 દિવસની ડ્રાઈવ કરી શરુ

Traffic Police Drive: છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરેક જિલ્લાઓમાં ગમખ્વાર અકસ્માતના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાનૂન હેઠળ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે Ahmedabad શહેરની અંદર Police એ એક નવતર પહેલ શરુ કરી છે. તો અમદાવાદ Police દ્વારા આવતીકાલથી 10 દિવસથી સુધ Driveનું આયોજન કરાયું છે. તો આ Police Driveની અંદર એક ખાસ ઝુંબેશ શરુ કરાઈ છે.

Advertisement

  • અમદાવાદ Traffic Police 10 દિવસની Drive શરુ કરશે

  • શાળાઓની નજીક ખાસ કરીને મુહિમ કાર્યરત રહેશે

  • નાગરિકોને કાયદાનું ભાન કરાવવામાં આવશે

આવતીકાલથી Ahmedabad Police 10 દિવસની Drive શરુ કરશે, તેના અંતર્ગત જે કોઈ પણ લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા ઝડપાશે. તેમની માત્ર દંડ ફટકારવામાં આવશે નહીં, તેમની વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવશે. તો Ahmedabad શહેરના દરેક રસ્તા પર Police દ્વારા ચાંપતો બંદોબસ્ત તૈયાર કરીને આ Drive નું આયોજન કરવામાં આવશે. ત્યારે જે કોઈપણ વ્યક્તિ રોંગ સાઈડમાં વાહન ચલાવતો જડપાશે તેની વિરુદ્ધ કલમ 279 અને 184 મુજબનો ગુનો નોંધવામાં આવશે.

શાળાઓની નજીક ખાસ કરીને મુહિમ કાર્યરત રહેશે

તો Ahmedabad શહેરના ટ્રાફિક જેસીપી N N Chaudhary એ જણાવ્યું હતું કે, આ Drive નું આયોજન Ahmedabad ના એસ જી હાઈવેથી શરુ કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ વિસ્તારોની અંજર Police Drive કાર્યરત રહેશે. તો દરેક વિસ્તારની અંદર બે-બે સ્પોર્ટ નક્કી કરવામાં આવ્યા છે. તે ઉપરાંત શાળાઓની નજીક ખાસ કરીને મુહિમ કાર્યરત રહેશે. તો બાળકોને લેવા-મૂકવા આવતા વાલીઓને ખાસ કહેવું કે, રોંગ સાઈડમાં બાળકોનો જીવ જોખમમાં મૂકીને વાહન ચલાવવું નહીં.

Advertisement

નાગરિકોને કાયદાનું ભાન કરાવવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને બહારગામમાંથી અંગત વાહનો લઈને આવતા નાગરિકોને કાયદાનું ભાન કરાવવામાં આવશે. તેની સાથે આ Traffic Police Drive નું આયોજન એટલે કરાયું છે કે, નાગરિકો રોંગ સાઈડમાં વાહનો લઈને આવવાનું ટાળે. જેથી અકસ્માતના બનાવવોમાં એકાદરે ઘટાડો થાય. પ્રાથમિક દૃષ્ટિએ આ Drive ની શરૂઆત મેઈન રોડ પર બેફામ સ્પીડથી જે વાહનો આવે છે તેની વિરુદ્ધ કાર્યવાહીથી શરૂ કરીશું અને ત્યારબાદ અંદરની તરફના રોડમાં શરૂ કરીશું.

આ પણ વાંચો: Sabarkantha News: સાબરકાંઠાના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરાઈ, બિન અધિકૃત રીતે આવ્યા હોવાના અહેવાલ

Advertisement

Tags :
Advertisement

.