Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : યુવાનનું અપહરણ કરી રૂ. 80 લાખની ખંડણી માગનારા 5 ની ધરપકડ

ગાંધીનગરમાં (Gandhinagar) યુવાનનું અપહરણ કરી તેના પરિવારજનો પાસેથી રૂ. 80 લાખની ખંડણી માગવાના કેસમાં ઈન્ફોસિટી પોલીસને (Infocity Police) મોટી સફળતા મળી છે. ઈન્ફોસિટી પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરીને યુવાનને આરોપીઓના કબ્જામાંથી સહી સલામત છોડાવી લીધો છે. આ મામલે...
12:14 AM Jan 20, 2024 IST | Vipul Sen

ગાંધીનગરમાં (Gandhinagar) યુવાનનું અપહરણ કરી તેના પરિવારજનો પાસેથી રૂ. 80 લાખની ખંડણી માગવાના કેસમાં ઈન્ફોસિટી પોલીસને (Infocity Police) મોટી સફળતા મળી છે. ઈન્ફોસિટી પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરીને યુવાનને આરોપીઓના કબ્જામાંથી સહી સલામત છોડાવી લીધો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં (Gandhinagar) ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રુદ્ર ઇન્ફિનિટિવ, સરગાસણ ખાતેના ઘરમાંથી પાર્થ પટેલ નામના એક યુવાનનું કેટલાક ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરીને યુવાનને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો હતો. ત્યાર બાદ આરોપીઓએ યુવાનના ભાઈને ફોન કરીને રૂ. 80 લાખની ખંડણી માગી હતી. આ મામલે યુવકના ભાઈએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં (Infocity Police Station) ફરિયાદ નોંધાવી હતી.

હ્મુમન રિસોર્સ આધારે તપાસ હાથ ધરી

યુવાનના અપહરણની ફરિયાદ મળતા પોલીસની ટીમ કામે લાગી હતી. ગાંધીનગર (Gandhinagar) ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ટીમ વર્ક કરી ટેક્નિકલ રીતે તેમ જ હ્મુમન રિસોર્સ આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે પાર્થ પટેલને આરોપીઓના કબ્જામાંથી સહી સલામત છોડાવી લીધો છે અને આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં પ્રતિક ઠક્કર (35), પ્રકાશભાઈ પરમાર (30), ભાવેશસિંહ રાઠોડ (48), વિશાલકુમાર ઠક્કર (29) અને પ્રકાશભાઈ દેસાઈ (32) સામેલ છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Vadodara : માસૂમોના મોતની કિંમત ફક્ત 750 રૂપિયા ?

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GandhinagarGujarat FirstGujarati NewsInfocity PoliceInfocity Police StationLCBParth PatelRudra Infinitive
Next Article