Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar : બરડાનો`સમ્રાટ'જીવન સંગીની સાથે મુકત વિહાર, યુગલ સિંહનો બરડામાં જલ્વો

અહેવાલ -કિશન ચૌહાણ ,પોરબંદર બરડામાં વન્ય જીવ અભ્યારણ્યને એશિયાટીક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ તરીકે કે જયાં 143 વર્ષ પછી સિંહની ઘર વાપશી થઇ છે. માંગરોળ પંથકનાં દરિયાઇ વિસ્તારમાંથી ફરતા-ફરતા ગત વર્ષે દિવાળી સમયે પોરબંદરનાં સિમાડા સુધી પહોંચી આવેલા...
07:02 PM Aug 10, 2023 IST | Hiren Dave

અહેવાલ -કિશન ચૌહાણ ,પોરબંદર

બરડામાં વન્ય જીવ અભ્યારણ્યને એશિયાટીક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ તરીકે કે જયાં 143 વર્ષ પછી સિંહની ઘર વાપશી થઇ છે. માંગરોળ પંથકનાં દરિયાઇ વિસ્તારમાંથી ફરતા-ફરતા ગત વર્ષે દિવાળી સમયે પોરબંદરનાં સિમાડા સુધી પહોંચી આવેલા ડાલા મથ્થાએ પોરબંદરના છાંયાથી લઇ રતનપર વિસ્તારમાં ૩ થી ૪ માસ જેટલો સમય ધામ નાંખ્યા બાદ બરડા ડુંગરમાં ગત ફેબ્રુઆરી માસમાં બરડા ડુંગરમાં પ્રવેશ કર્યો હતો. વન વિભાગ દ્વારા સતત સિંહ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને જીનપુલમાંથી એક સિંહણને પણ જંગલમાં મુકત કરતાં હવે બરડામાં યુગલ સિંહોનો જલ્વો જોવા મળી રહ્યો છે.

 

આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ

આજે10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પોરબંદરની શાળા-કોલેજો દ્વારા રેલી તેમજ સહ માસ્ક પહેરી સિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. સિંહને વિશ્વભરમાં જંગલનો રાજા કહેવામાં આવે છે. પરંતુ તે જંગલમાં પણ ઘણા જોખમોનો સામનો કરી રહ્યાં છે. આ જોખમમાં જંગલોનો વિનાશ, શિકાર, માનવીયો સાથે સંઘર્ષ, આબોહવા પરિવર્તન અને વસવાટની ખોટનો પણ સમાવેશ થાય છે. આમ આ કારણોસર સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમં દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે જયારે સહ દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે પોરબંદરનાં બરડામાં 143 વર્ષ પછી સહની ઘર વાપશીથી વાત કરીએ તો બરડામાં સહ છેલ્લે 1879 માં દેખાયો હોવાનું નોંધવામાં આવે છે. પ્રોજેકટ લાયન @47 વિઝન ફોર અમૃતકાળ અનુસાર વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્ય જીવ અભ્યારણ્યને બરડા વન્ય જીવ અભ્યારણ્યની એવા સંભવીત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવે છે. જયાં 40 વયસ્ક અને સબવયસ્ક સહો કુદરતી ક્રમમાં છુટા પડીને બરડા આલેચ ટેકરીઓ અને દરિયાકાંઠાના જંગલોમાં રહી શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

દરિયાઇ વિસ્તારમાંથી ફરતો ફરતો સાવજ18 જાન્યુઆરીએ બરડામાં પહોંચ્યો હતો

માંગરોળ પંથકના દરિયાઈ વિસ્તારમાંથી ફરતાં-ફરતાં ગત વર્ષે દિવાળી સમયે પોરબંદરના સીમાડા સુધી આવી પહોંચેલા ડાલામથ્થાંએ પોરબંદરના છાયા તથા ઓડદર-રતનપર વિસ્તારમાં ત્રણથી ચાર માસ જેટલો સમય ધામા નાંખ્યા બાદ આ સાવજને બરડા ડુંગરમાં વસાવવા જંગલ ખાતા દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોને આખરે ગત જાન્યુઆરી માસમાં આસપાસ સફળતા મળી હતી અને આ સાવજ `સમ્રાટ'એ બરડાને પોતાની કાયમું નિવાસસ્થાન બનાવી લીધું હતું.

બરડાનાં સમ્રાટ માટે લોકજાગૃતિ જરૂરી : આરએફઓ સામત ભમ્મર

બરડા ડુંગરમાં 143 વર્ષ પછી સાવજ યુગ ફરી જીવીત થયું છે. આજે જયારે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે પોરબંદર વન વિભાગના આરએફઓ સામતભાઇ ભમ્મરે `ગુજરાત ફર્સ્ટ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમ્રાટનાં મુકત પણે વિહાર સાથે જંગલ ખાતા દ્વારા તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કિલેશ્વર થી રાણાવાવ સુધી લગભગ 20 કિલોમીટર વિસ્તારમાં સમ્રાટે પોતાનો વિસ્તાર સ્થાપીત કર્યો છે. જીનપુલમાંથી થોડો સમય પહેલા એક સિંહણને પણ મુકત કરવામાં આવી છે. સમ્રાટનો વંશવેલો આગળ વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. હાલ પોરબંદર પાસે કુલ 7 સિંહ છે તેમાં બરડા જીનપુલમાં એક મેલ, ચાર માદા ઉપરાંત બરડા ડુંગરમાં એક સહ (સમ્રાટ) અને એક સિંહણ નો સમાવેશ થાય છે. વિશ્વ સિંહ દિવસ નિમિતે આજે શાળા-કોલેજોમાં વન વિભાગ દ્વારા લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. સિંહણનો વંશવેલો વધે તે માટે લોકજાગૃતિ અને તેનો સહકાર ખુબજ જરૂરી છે.

સિંહ- સિંહણ માટે પુરતા ખોરાકની વ્યવસ્થા

૩૦ માર્ચ, 2023 ના રોજ જીન પૂલમાંથી એક સિંહણને જંગલ ખાતા દ્વારા બરડા અભયારણ્યમાં મુક્ત કરવામાં આવી હતી.આ સિંહણ યુગલ માટે બરડા અભયારણ્યમાં શિકારના આધારને વધારવાના ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે ચિતલ ( નર, માદા) અને સાંબર (નર, માદા)ને પણ છોડવામાં આવ્યા હતા. વળી બરડા અભયારણ્યમાં સારી સંખ્યામાં રોઝ અને જંગલી ભૂંડ છે, જે પણ સિંહના કુદરતી આહારનો ભાગ છે. .આથી ખોરાક અને પાણીની પુરતી વ્યવસ્થા હોવાથી સિંહ- સિંહણ ને પુરતો ખોરાક મળી શકે છે.

143 વર્ષ બાદ બરડામાં સિંહનું આગમન

પોરબંદરમાં વર્ષો અગાઉ બરડામાં પણ સિંહોનો વસવાટ હોવાના પુરાવા મળે છે અને છેલ્લે તે 1879 માં અહી હોવાનું જાણવા મળે છે ત્યાર બાદ સિંહ ફક્ત ગીરમાં જ જોવા મળતા હતા પરંતુ 143 વર્ષ બાદ સિંહે તેનું મૂળ ઘર બરડા જંગલ શોધી જાતે જ ત્યાં પહોંચી ચાર માસથી વસવાટ કરતા સિંહ પ્રેમીઓમાં પણ રોમાય જોવા મળે છે. સિંહોનું તેમના બીજા ઘર તરફ આ કુદરતી સ્થળાતર એક ઐતિહાસિક ઘટના છે. ઘણા નિષ્ણાતો માને છે કે બરડા વન્યજીવ અભયારણ્ય સિંહો માટે એક આદર્શ ઘર બનાવે છે કારણ કે તે પર્યાવરણીય આબોહવાની સુવિધાઓ અને માનવ વસ્તીની દ્રષ્ટિએ ગીરના જંગલ જેવું લાગે છે.

આ પણ  વાંચો-જસદણ : સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલા અને શખ્સને પોલીસે ઝડપી પાડ્યા

 

Tags :
after-143-yearsfindsGujaratGujarat FirstPorbandarSchool-College RallyWildlife Sanctuary in BardaWorld Lion Day
Next Article