Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉતરાયણ પર્વને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યું

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજીને દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજીના મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ...
ઉતરાયણ પર્વને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યું

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજીને દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજીના મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાતું હોય છે.

Advertisement

અંબાજીમાં મંદિરમાં રવિવાર આઠમ અને પૂનમે ભારે ભીડ જોવા મળતી હોય છે. 14 જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડબ્રહ્માના ભક્તો દ્વારા ઉતરાયણના એક દિવસ અગાઉ અંબાજીમાં મંદિર ખાતે આવીને અલગ અલગ પ્રકારની નાની-મોટી કલરફુલ પતંગો મંદિર પરિસરમાં શણગારવામાં આવે છે.

Advertisement

છેલ્લા કેટલાય વર્ષથી ખેડબ્રહ્મા નાના અંબાજી ખાતે રહેતા ભક્તો ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ અંબાજી મંદિર ખાતે આવતા હોય છે. અને અંબાજી મંદિર પરિસરમાં ચાચર ચોકમાં નૃત્ય મંડપથી લઈને મંદિરમાં અલગ અલગ જગ્યા પર પતંગોનો શણગાર કરતા હોય છે. અંબાજી મંદિરમાં ગર્ભગૃહની બહાર અને મંદિર પરિસરમાં સુંદર રીતે અલગ અલગ પ્રકારના પતંગો લગાવવામાં આવતા હોય છે.

માછલી આકારના પતંગ, ફુદા આકારના પતંગ સહિત અવનવી ડિઝાઇનના પતંગોથી અંબાજી મંદિર પરિસર ખૂબ જ સુંદર દેખાય છે, અને મંદિર દર્શન કરવા આવતા ભક્તો પણ આવા પતંગોના શણગાર જોઈને ખૂબ જ ખુશ થતા હોય છે.

Advertisement

ખેડબ્રહ્માના માઈ ભક્તો અંબાજીના મંદિરમાં શણગાર કરવા માટેના પતંગો ખાસ જયઅંબે લખાવીને લાવતા હોય છે. પતંગો ઘણી જગ્યાએ તમે જોઈ હશે પણ અંબાજીના મંદિરમાં જે શણગાર કરવામાં આવતી પતંગો હોય છે તે,તમામ પતંગો ઉપર જય અંબે લખેલું જોવા મળતું હોય છે. આમ માં અંબાના મંદિરમાં ભક્તો જયઅંબે લખેલી પતંગ જોઈને પણ ખુશ થતા હોય છે અને માતાજીની જયકાર બોલાવતા હોય છે.

અહેવાલ - શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો - Ahmedabad Medical Association દ્વારા ઉતરાયણ નિમિત્તે સલામતી માટેની Guidelines જાહેર કરાઈ

Tags :
Advertisement

.