Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat visa fraud: રાજ્યમાં વિદેશ જવાની લાલચ ધરવાતા લોકો સાથે છેતરપિંડીના મામલા યથાવત

Surat visa fraud: રાજ્યમાં ફરી એકવાર વિદેશ જવાની ઈચ્છા ધરાવતા નાગરિકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો. આ મામલો સુરતના અડાજણ વિસ્તારમાંથી આવ્યો છે. તેના અંતર્ગત અડાજાણ વિસ્તારમાં કલ્પેશ ચૌહાણ અને ભાવેશ ચૌહાણ દ્વારા વિદેશ જવા માટે Visa બનાવી આપવાની Office...
surat visa fraud  રાજ્યમાં વિદેશ જવાની લાલચ ધરવાતા લોકો સાથે છેતરપિંડીના મામલા યથાવત

Surat visa fraud: રાજ્યમાં ફરી એકવાર વિદેશ જવાની ઈચ્છા ધરાવતા નાગરિકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો. આ મામલો સુરતના અડાજણ વિસ્તારમાંથી આવ્યો છે. તેના અંતર્ગત અડાજાણ વિસ્તારમાં કલ્પેશ ચૌહાણ અને ભાવેશ ચૌહાણ દ્વારા વિદેશ જવા માટે Visa બનાવી આપવાની Office ઉભી કરવામાં આવી હતી.

Advertisement

  • સુરતમાં Kripa overseas નો થયો મોટો ઘટસ્ફોટ
  • ખડૂત પાસે Visa ના નામે કુલ 20.66 લાખની છેતરપિંડી કરી
  • પોલીસ તપાસમાં એક આરોપીની ધરપકડ થઈ

સુરતમાં Kripa overseas નો થયો મોટો ઘટસ્ફોટ

આ ઑફિસનું નામ Kripa overseas રાખવામાં આવ્યું હતું. આ ઑફિસના માધ્યમથી લોકોને Canada, US, USA સહિત વિવિધ દેશના Visa કરી આપવાની બાહેધરી આપવામાં આવતી હતી. ત્યારે કામરેજ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ નામના ખેડૂતે Canada માટે Visa કરવાની કામગીરી Kripa overseas માં કરી હતી.

Surat visa fraud

Surat visa fraud

Advertisement

ખડૂત પાસે Visa ના નામે કુલ 20.66 લાખની છેતરપિંડી કરી

ત્યારે ખેડૂત પરિવાર પાસેથી બે લોકોના Visa કરાવી આપવાના નામે તેમની પાસેથી કુલ 20.66 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી.જે રકમ પડાવી લીધા બાદ પણ વિઝા કાઢી આપવામાં આવ્યા ન હતા. ત્યારે પ્રકાશભાઈએ અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો.જ્યાં પોલીસે પ્રકાશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ અડાજણ સ્થિત વુડ સ્કવેરમાં આવેલ ઓફિસને તાળા મારી રફુચક્કર થઈ ગયા હતા.એટલું ન નહીં પરંતુ બંને સંચાલકો પોલીસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

પોલીસ તપાસમાં એક આરોપીની ધરપકડ થઈ

ત્યારે મોરા ભાગળ વિસ્તારમાંથી બે પૈકીના એક શખ્સ કલ્પેશ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે.જ્યારે ફરાર અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.આરોપીઓ દ્વારા અન્ય લોકો સાથે પણ વિઝા અપાવવાના નામે મોટી છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.જ્યાં પોલીસ તપાસમાં અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.

Advertisement

અહેવાલ વિરલ વ્યાસ 

આ પણ વાંચો: ATS : તરલ ભટ્ટના કારનામાઓની તપાસ શરુ, ખુદ DGP પહોંચ્યા ATSની ઓફિસે

Tags :
Advertisement

.