Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat news: કોલેજોમાં વિદ્યાર્થિનીઓનું ટીશર્ટ ઊંચું કરવા મુદ્દે કુલપતિએ શું કહ્યું

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્સિટી સંચાલિત બે કોલેજોમાં વિદ્યાર્થીનીઓનું ટી શર્ટ ઊંચું કરાવી જડતી લેવાતા ભારે હોબાળો મચ્યો હતો. શિક્ષણ જગતને આઘાત આપતા કિસ્સામાં Surat news હવે કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ગેરરીતી જણાશે તેની સામે...
06:16 PM Apr 11, 2024 IST | RAHUL NAVIK

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્સિટી સંચાલિત બે કોલેજોમાં વિદ્યાર્થીનીઓનું ટી શર્ટ ઊંચું કરાવી જડતી લેવાતા ભારે હોબાળો મચ્યો હતો. શિક્ષણ જગતને આઘાત આપતા કિસ્સામાં Surat news હવે કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ગેરરીતી જણાશે તેની સામે પગલાં લેવાશે - કુલપતિ

ચાવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીની મહિલા સ્કવોડ દ્વારા આ રીતે તપાસ લેવાની વાત જાણવા મળ્યું છે. યુનિવર્સિટીને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી. જોકે યુનિવર્સિટી પોતાની રીતે તપાસ કરશે અને જો કોઈ ગેરરીતી જણાશે તો પગલાં લેવામાં આવશે. Surat news

સીસીટીવી ચેક કર્યા બાદ કાર્યવાહી થશે

મળતી માહિતી મુજબ સુરતની કામરેજ અને ભરૂચની કોલેજમાં ચેકીંગ થઈ હતી. 3 મહિલા પ્રોફેસરને પણ સ્ક્વોડમાં સામેલ કરાય હતી. ચકિંગ દરમિયાન સુપરવાઈઝરે વર્ગખડની બહાર જતા રહેવું પડયું. ત્યારે હવે સીસીટીવી ચેક કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

પ્રથમ વખત મહિલા સ્ક્વોડનો સમાવેશ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ રેગ્યુલર અને એટિકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત જ આ પ્રકારે મહિલા સ્ક્વોડના સમાવેશની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા સ્ક્વોડના દ્વારા તમામ વિદ્યાર્થીઓની સામે વિદ્યાર્થિનીઓની ટીશર્ટ ઊંચું કરીને ચેકીંગ કરતા તેમને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. Surat news

Tags :
college studentGujarat FirstSurat news
Next Article