Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૂરત : મજુરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો બૃહદ સંપર્ક કાર્યક્રમ, PM આવાસના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

સુરતના (Surat) મજુરા વિધાનસભામાં (Majura Assembly) આવેલા ભટાર ખાતે નવા બનાવેલા આવાસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો (Home Minister Harsh Sanghvi) બૃહદ સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ સરકારી આવાસના લાભાર્થીને મળી સંવાદ કર્યો હતો. ગૃહરાજ્યમંત્રીએ લાભાર્થોને...
સૂરત   મજુરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો બૃહદ સંપર્ક કાર્યક્રમ  pm આવાસના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
Advertisement

સુરતના (Surat) મજુરા વિધાનસભામાં (Majura Assembly) આવેલા ભટાર ખાતે નવા બનાવેલા આવાસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો (Home Minister Harsh Sanghvi) બૃહદ સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ સરકારી આવાસના લાભાર્થીને મળી સંવાદ કર્યો હતો. ગૃહરાજ્યમંત્રીએ લાભાર્થોને મળીને તેમના અનુભવ અંગે વાત કરી હતી.

Advertisement

સુરતમાં (Surat) ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) આજે તેમના વિધાનસભા મતવિસ્તાર મુજરાના ભટાર ખાતે બૃહદ સંપર્ક (Bruhad Program) કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ ગૃહરાજ્યમંત્રીએ નવા સરકારી આવાસના (PM Awas Yojana) લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની મુશ્કેલીઓ જાણવાની કોશિશ કરી હતી. જણાવી દઈએ કે, આ વિસ્તારમાં 300થી વધુ આવાસ બનાવવામાં આવ્યા છે. દરમિયાન રાજ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમના મતવિસ્તાર વોર્ડ નં. 22 માં નવા બનેલા પીએમ આવાસ (PM Awas Yojana) ખાતે 320 લાભાર્થીઓ સાથે મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યાં પહેલા અવાવરું જગ્યા હતી ત્યાં હવે પ્રાઇવેટ સોસાયટીઓ કરતા પણ વધુ સારી સુવિધાઓ સાથે એક નવી સોસાયટી પીએમ આવાસ યોજના હેઠળ બનાવવામાં આવી છે. આ સોસાયટી થકી લોકોને સારું જીવન પ્રાપ્ત થયું છે.

Advertisement

'લોકોને 'સપનાનું ઘર' મળ્યું'

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મીડિયાને જણાવ્યું કે, એક મહિલાએ તેમને જણાવ્યું કે આવાસ યોજનાના ફોર્મ ભરતી વેળાએ ઘરવાળાઓએ ના પાડી હતી. પરંતુ, ભગવાનનું નામ લઈ અને પીએમ મોદી (PM Modi) પર શ્રદ્ધા રાખી ફોર્મ ભર્યું અને પોતાનું ઘર મળી ગયું. આજે એ મહિલાને 'સપનાનું ઘર' મળી ગયું છે. તેમણે કહ્યું કે, એક પરિવાર છેલ્લા 24 વર્ષથી ભાડાંના મકાનમાં રહેતું હતું. પરંતુ, હવે એ પરિવારને પોતાનું મકાન મળ્યું છે. તેમનું 'ઘરનું ઘર' નું સપનું હવે પૂરું થયું છે. આજે 320 પરિવારોની મુશ્કેલીઓ દૂર થઈ છે. તેમનું પોતાના ઘરનું સપનું પૂર્ણ થયું છે.

આ પણ વાંચો - BJP : બનાસકાંઠામાં CM ની મહિલાઓ સાથે બેઠક, નવસારીમાં CR પાટીલની હલ્દી-કંકુ કાર્યક્રમમાં હાજરી

Tags :
Advertisement

.

×