Surat : મોડી રાતથી રેસ્ક્યૂ ઓપરેશન, અત્યાર સુધી 7 મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા
સુરતમાં (Surat) ગઈકાલે સચિન GIDC વિસ્તારમાં 5 માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બી.એમ. નગર સોસાયટીની આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી છે. મોડી રાતથી ફાયર વિભાગની (Fire Department) રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે. દરમિયાન, મોડી રાતથી સવાર સુધી 7 લોકોનાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પણ રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.
7 લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા
સુરતના (Surat) સચિન GIDC વિસ્તારમાં (Sachin GIDC) આવેલી બી.એમ. નગર સોસાયટીમાં ગઈકાલે 5 માળની એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, NDRF ની એક ટીમ, SDRF ની બે ટીમ, જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ, મેડિકલ સ્ટાફ અને સ્થાનિક લોકો સહિત પોલીસનો કાફલો રેસ્ક્યું કામગીરીમાં જોડાયા હતા.
મૃત્યુ થયેલ 7 પૈકી 5 લોકો મૂળ MP ના, 1 UP નો રહેવાસી
મોડી રાતથી સવાર સુધીમાં ફાયર વિભાગની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) કરાયું અને અત્યાર સુધી 7 લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા છે. મોટા મશીનો મારફતે કાટમાળ હટાવવામાં આવ્યો છે. શરૂઆતનાં ધોરણે કશિશ નામની મહિલાને બહાર કાઢી સારવાર અર્થે મોકલવામાં આવી હતી. મરણ જનારમાં 5 લોકો મૂળ મધ્યપ્રદેશનાં (Madya Pradesh) રહેવાસી છે. જ્યારે, એક UP નો રહેવાસી અને અન્ય એક યુવકના મૂળ વતનની માહિતી હાલ સામે આવી નથી. પ્રાપ્ત માહિતી મુજબ, હિરામડી, અભિષેક, શિવપૂજન, પરવેજ અને લાલજી મધ્ય પ્રદેશનાં રહેવાસી હતા. જ્યારે અનમોલ ઉર્ફે સાહિલ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી જ્યારે વ્રજેશ નામના શખ્સના મૂળ વતનની માહિતી હાલ મળી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં મોકલેલ છે.
Suratના 6 માળની ઈમારત ધરાશાયી, કેટલાક મજૂરો હાલ દટાયા હોવાનું અનુમાન#SuratBuildingCollapse #SachinAreaTragedy #BMNagarSociety #BuildingCollapsen #SuratIncident #RescueOperationn #TragicAccident #ConstructionSafety #BuildingSafety #SuratNews #gfcard #Gujaratfirst pic.twitter.com/E3lVmxeX4E
— Gujarat First (@GujaratFirst) July 6, 2024
કોર્પોરેશનની કામગીરી સામે સવાલ!
માહિતી મુજબ, આ દુર્ઘટનામાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ધરાશાયી થયેલ આ બિલ્ડિંગ 5 વર્ષ પૂર્વે જ બની હતી. ત્યારે આરોપ થઈ રહ્યા છે કે ભ્રષ્ટ અને સડી ગયેલા તંત્રના પાપે આ ઘટના બની છે. બે માળની બિલ્ડિંગ જોતા ને જોતા જ 5 માળની થઈ એવા આરોપ થયા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદે બાંધકામ પર મનપા (SMC) આંખ આડા કાન કરી કેમ બેઠું છે ? બાકીના ત્રણ માળ કોની પરવાનગીથી બનાવવામાં આવ્યા હતા ? ગેરકાયદે 3 માળ બની ગયા શું મનપાને આ અંગે ખબર જ ના પડી ?
આ પણ વાંચો - Surat: સુરતમાં 6 માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, 7 વર્ષ પહેલાં બની હતી આ ઇમારત
આ પણ વાંચો - GONDAL : સો ફુટ પાણી ભરેલા કુવામાં બાળકી ડૂબી ગઈ; ત્રીજા દીવાસે લાશ મળી
આ પણ વાંચો - Gir Somnath: છારા દરિયા કાંઠેથી મળી આવ્યો 12 કિલો બિનવારસી ચરસ, કિંમત 6 કરોડ રૂપિયા