Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : માત્ર રૂ. 10 માં બોગસ જન્મ દાખલા બનાવી આપવાનું કૌભાંડ, છેડા બિહાર સુધી!

સુરતમાં (Surat) ઇકો સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇકો સેલની ટીમે નકલી જન્મ દાખલા (Fake Birth Certificate) બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ કૌભાંડના છેડા બિહાર...
surat   માત્ર રૂ  10 માં બોગસ જન્મ દાખલા બનાવી આપવાનું કૌભાંડ  છેડા બિહાર સુધી

સુરતમાં (Surat) ઇકો સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇકો સેલની ટીમે નકલી જન્મ દાખલા (Fake Birth Certificate) બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ કૌભાંડના છેડા બિહાર સુધી છે. બિહારમાંથી આ કૌભાંડ ઓપરેટ કરવામાં આવતું હોવાની માહિતી મળી છે. આ મામલે ઇકો સેલે વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં વધુ મોટા ખુલાસા થાય તેવી વકી છે.

Advertisement

દેશભરમાં હજારો બોગસ જન્મ દાખલા બનાવી આપ્યા

સુરત (Surat) ઇકો સેલે (Eco Cell) નકલી જન્મ દાખલા સર્ટિફિકેટનાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઇકો સેલની ટીમે માત્ર રૂ. 10 માં નકલી જન્મ દાખલા બનાવી આપનારા શખ્સની ધરપકડ કરી છે. આરોપી શખ્સ અલગ-અલગ વેબસાઈટ પરથી બોગસ જન્મ દાખલો બનાવી આપતો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ કૌભાંડ બિહારમાંથી ચાલતું હતું. અત્યાર સુધી દેશભરમાં હજારો બોગસ જન્મ દાખલા બનાવી આપ્યા હોવાનું ખુલ્યું છે. ત્યારે આગળની તપાસમાં વધુ મોટા ખુલાસા થાય તેમ છે. ઇકો સેલ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

આરોપી પાસેથી પ્રિન્ટર, લેપટોપ, વિવિધ બેંક કાર્ડ મળ્યા

મળતી માહિતી મુજબ, ઇકો સેલની ટીમ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેની પાસેથી એક પ્રિંટર, બે મોબાઇલ ફોન, એક લેપટોપ, વિવિધ બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને બારકોર્ડ સ્કેનર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ સાથે અલગ અલગ બેંકોની પાસબુક પણ આરોપી પાસેથી મળી આવી છે. આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો - વડોદરા- શિનોર નર્મદા નદીમાં વ્યાસ બેટ આસપાસ રેતી ખનન ઉપર પ્રતિબંધ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.