Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat news: આમાંના કોઈ પણ હથિયાર રાખવા પહેલા વિચારજો, ચુંટણીપંચનું જાહેરનામું

સુરત: ચૂંટણી નજીક છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સોમવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઘણા બધા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે અને ખાસ હથિયાર રાખનારા સામે પગલાં ભરવામાં આવશે. આ...
07:37 PM Apr 15, 2024 IST | RAHUL NAVIK

સુરત: ચૂંટણી નજીક છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સોમવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઘણા બધા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે અને ખાસ હથિયાર રાખનારા સામે પગલાં ભરવામાં આવશે.

આ વસ્તુઓ રાખવાની મનાઈ

સામાન્ય ચૂંટણી-2024નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જે મુજબ તા.7/5/2024ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટની હદના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્રો, તલવાર, છરા, શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું સાધન રાખી શકશે નહી. ઉપરાંત સ્ફોટક/ક્ષયકારી પદાર્થ કે પછી પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવા કે સાથે લઈ જવા પર, મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખાડવા, સુરૂચિનો ભંગ થાય તેવું ભાષણ કરવું, તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી, ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ કે વસ્તુ તૈયાર કરવા કે તેનો ફેલાવો કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

23 એપ્રિલ 2024 સુધી અમલ

આ સાથે જ કોઈ સરઘસમાં સળગતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા અને લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવા, ગીતો ગાવા કે વાદ્ય વગાડવા પર પ્રતિબંધ કરાયો છે. આ જાહેરનામું સરકારી કે ચૂંટણી કામગીરી હેઠળ હથિયાર લઈ જવા ફરમાવ્યું છે. જોકે જેને હથિયાર લઈ જવાની ફરજ હોય, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારિરીક અશકતાને કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તેને લાગુ પડશે નહિં. આ હુકમનો તા. 23 એપ્રિલ 2024 સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Surat c r patil સુરતમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત 5000 લોકોએ કેસરિયા ધારણ કર્યો

આ પણ વાંચો: Surat news ગાંધીની વિચારધારા લઈ ગાંધીના વેશમાં મત માંગીશ: નૈષદ દેશાઈ

આ પણ વાંચો: Surat news ઇતિહાસમાં પહેલીવાર સુરત 73 દિવસ કમિશનર વિનાનું રહ્યું, નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો

Tags :
Gujarat FirstSurat Crime CaseSurat news
Next Article